Abtak Media Google News

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંપન્ન

રાજ્ય સ્તરે કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ ના રહે અને પ્રજાના પ્રશ્નો સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સુચના મુજબ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં 14 જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, ગ્રેચ્યુઈટી, સળંગ સેવા અને પેન્શન, લેન્ડ ગ્રેબિંગ, મકાનવેરા આકારણી વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી.

Advertisement

જેમાંના મોટા ભાગના પ્રશ્નોના સત્વરે નિવારણ લાવવા અંગે સંબંધિત અધિકારી દ્વારા સુચન આપવામાં આવ્યું હતું. તેમજ અરજદારોને સંતોષકારક જવાબો આપ્યા હતા.આ કાર્યક્રમમાં અધિકારી એસ.જે.ખાચર, ગોંડલ પ્રાંત અધિકારી કે.વી.બાટી, રાજકોટ મહાનગરપાલિકા,  પોલિસ વિભાગ, જી.આઈ.ડી.સી. વિભાગ, જી.પી.સી.બી. વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓ  તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર: અભિયાન અંતર્ગત 23મીએ કલેકટર કચેરીએ વર્કશોપ

જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા હેતુસર 25 ડિસે., સુશાસન દિવસની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભારતમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર, અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા.23.1 ના રોજ સવારે  10.30 કલાકે મુખ્ય સભા ખંડ, ત્રીજો માળ, કલેકટર કચેરી ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન થયેલ જાહેર હિત માટેની  નવતર પહેલ જાહેર હિતના  કાર્યક્રમોનું  પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાનં સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ અધિક નિવાસી કલેકટર કેતન ઠકકરની યાદીમાંજણાવવામાંઆવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.