૧૦થી વધુ કર્મચારી ધરાવતી સંસ્થામાં મેટરનિટી લીવ ૨૬ અઠવાડિયાની

government |
government |

સંસદમાં ખરડો સર્વાનુમતે મંજૂર કરાયો

સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને હવેથી મેટરનિટી માટેની રજાઓ ૨૬ સપ્તાહ સુધી મળશે. અત્યાર સુધી મેટરનિટી લીવ ફક્ત ૧૨ સપ્તાહની હતી. લોકસભામાં ગુરુવારે વોઈસ વોટી આ બિલ પસાર કરી દેવાતાં દેશની ૧૮ લાખ કામકાજી મહિલાઓને તેનો લાભ મળશે. આ નવો કાયદો દસથી વધુ કર્મચારીઓ જ્યાં કામ કરતા હશે તેવા એસ્ટાબ્લિશમેન્ટમાં લાગુ શે અને ફક્ત બે બાળકો માટે તેનો લાભ મળી શકશે.

મેટરનિટી બેનીફિટ (એમેન્ડમેન્ટ)બિલ ૨૦૧૬ અગાઉ રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે. કેનેડામાં મહિલાઓને ૫૦ જ્યારે નોર્વેમાં ૪૪ સપ્તાહની મેટરનિટી લીવ આપવામાં આવે છે. અગાઉના કાયદામાં સુધારો કરતાં શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે કહ્યું કે, નવા નિયમો ઘડતી વખતે તેમણે એ વાતની ખાતરી રાખી છે કે તેનાથી પ્રેગનન્ટ મહિલાઓને સૌથી વધુ લાભ મળે. મહિલાઓને આ મારી નમ્ર ભેટ છે.

નવો કાયદો શું છે?

* ૧૦ કે તેથી વધુ કર્મચારી ધરાવતી કોઈપણ વ્યવસ્થાપનમાં મેટરનીટી લીવ ૨૬ અઠવાડિયાની કરવામાં આવી છે.

* જો કે, ૨૬ અઠવાડીયાની મેટરનીટી લીવનો કાયદો પ્રથમ બે સંતાન સુધી જ લાગુ પડશે.

* ત્રીજા સંતાન વેળાએ મેટરનીટી લીવ માત્ર ૧૨ અઠવાડિયાની મળશેમેટરનિટી લીવ મુદે ભારતનો ક્રમ ત્રીજો

ક્રમ    દેશ        રજા

૧     કેનેડા     ૫૦ વીક

૨     નોર્વે       ૪૪ વીક

૩     ભારત    ૨૬ વીક