Abtak Media Google News

પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ભારતમાં ગેરહાજરી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ દોડી ગયા છે. જેથી તેણી ઉતરપ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો દરમિયાન ભારતમાં હશે નહીં. સોનિયા ગાંધી પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીના પ્રચારથી પણ દુર રહ્યા હતા. પાર્ટીના સુત્રોએ જણાવ્યું છે કે, નિયમિત મેડિકલ તપાસ માટે તેણી બુધવાર રાત્રે વિદેશ જવા માટે રવાના થયા હતા અને હવે તે હોળી પછી સોમવારે ભારત પરત આવશે. એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે કે, સોનિયા ગાંધી અમેરિકા ગયા છે જયાં તેમણે આ અગાઉ પણ સારવાર કરાવી હતી.

પાર્ટીના સુત્રોએ સોનિયાગાંધીની બિમારી અંગે કોઈ જાણકારી આપી નથી. થોડા સમયથી અસ્વસ્થ રહેલા સોનિયા ગાંધીએ વિદેશ જતા પહેલા પુત્ર અને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય સીનીયર નેતાઓ સાથે બંધ રૂમમાં બેઠક કરી હતી. તેમજ તેમની ગેરહાજરીમાં રાહુલ પાર્ટી અધ્યક્ષનું કામકાજ સંભાળશે. ઉતર પ્રદેશ, ઉતરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જ કોંગ્રેસની ચુંટણી પ્રચારની કમાન સંભાળી હતી. ૨ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ-શો દરમિયાન બિમાર થયા બાદ સોનિયા રાજનીતિકમાં સક્રિય રીતે નજરે આવ્યા નથી. તેમને વારાણસીથી વિમાનમાં દિલ્હી લાવીને આર્મી સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને ત્યારબાદ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ખુબ જ તાવને કારણે સોનયા ગાંધીને નવેમ્બરમાં પણ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. થોડા દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.