Abtak Media Google News

હવે ઉદ્યોગોએ ફોરેસ્ટની જમીન ખરીદતી વખતે એનએ પ્રિમિયમ ચૂકવવું પડશે નહીં: નવી પોલીસી અનુસાર ઉદ્યોગપતિઓ સીધી ખેડૂતો પાસેથી ફોરેસ્ટની જમીન ખરીદી શકશે: ટૂંક સમયમાં થશે જાહેરાત

રાજય સરકાર ફોરેસ્ટ જમીનના વેંચાણ માટે મહત્વના પગલા લઈ રહી છે. અગાઉ ઈકો સેન્સેટીવ ઝોનમાં રાજયના ફાયદા માટે અનુકુળ ફેરફાર કરવાનો નિર્ણય પણ રૂપાણી સરકાર લઈ ચૂકી છે. હવે સરકારે ફોરેસ્ટ જમીનોના વેંચાણ માટેના નિયમો હળવા કર્યા છે.

ઉદ્યોગપતિઓએ હવે ફોરેસ્ટની જમીન ખરીદતી વખતે એનએ પ્રિમીયમ ચૂકવવા પડશે નહીં. વન અને પર્યાવરણ વિભાગ તથા રેવન્યુ ડિપાર્ટમેન્ટે વન વિસ્તારમાં ઉદ્યોગો સપવા માટે મંજૂરી આપવાની કામગીરીને આખરી ઓપ આપ્યો હોવાનું જાણવા મળે છે.નોન ફોરેસ્ટ્રી હેતુ માટે જમીનનો ઉપયોગ કરવો હોય તો ફોરેસ્ટ ક્ધઝર્વેશન એકટ ૧૯૮૦ મુજબ સંસએ સરકારને તેટલા જ માપની જમીન આપવી પડે છે. સરકાર હવે આ એકટમાં ફેરફાર કરશે તેવું જાણવા મળે છે.

અગાઉ ઈકો સેન્સેટીવ ઝોનના બહાના હેઠળ રાજયોનો ઉદ્યોગીક વિકાસ રૂંધવાનો પ્રયાસ અનેક પરિબળો કરી ચૂકયા છે. ઈકો સેન્સેટીવ ઝોનની દુહાઈ આપી ક્ષેત્રનો વિકાસ અટકાવવામાં આવ્યો છે. હવે સરકાર સમગ્ર ક્ષેત્રને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિકસીત કરવા માંગે છે જેના પરિણામે રાજય સરકારે ફોરેસ્ટ જમીનોના વેંચાણ માટેના નિયમો હળવા કરવાની કામગીરી આરંભી છે.

નવા નિયમ મુજબ હવે કંપનીઓ કરારના માધ્યમી સીધી ખેડૂતો પાસેથી જમીન ખરીદી શકશે અને એનએ પ્રિમીયમ ફી કંપનીઓએ સરકારને ચૂકવવી પડશે નહીં.

વન વિસ્તારમાં ઉદ્યોગો સપવા માંગતા ઉદ્યોગપતિઓ હવે સરકારને દખલઅંદાજી વગર પણ જમીન ખરીદી શકશે. આ માટે સરકારે જૂના પુરાના નિયમોમાં અનુકુળ ફેરફાર કરવાની તૈયારી દર્શાવી છે. ઈકો સેન્સેટીવ ઝોનમાં ફેરફાર જેવો જ મહત્વનો નિર્ણય હવે સરકાર વન વિભાગની જમીનના ખરીદ-વેંચાણ મામલે લેશે તેવું જાણવા મળે છે.

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર તમામ ક્ષેત્રના લોકોને પોતાની તરફ આકર્ષવા માટે નીત નવા નિયમો ઘડી રહી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.