ડુંગળી અન્ય રાજયોમાં પહોંચાડવા રેલવેનો એકસ્ટ્રા વેગન દોડાવાનો નિર્ણય

onion | railway
onion | railway

બમ્પર પાકના પરિણામે ભાવનગરથી ૪૧૦૦૦ ટન ડુંગળીની નિકાસ

બમ્પર પાકના પરિણામે ભાવનગરથી ૪૧૦૦૦ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. ડુંગળી ગુજરાતમાંથી અન્ય રાજયોમાં પહોચાડવા રેલવેનો એકસ્ટ્રા વેગન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

રાજયમા ડુંગળીનો બલખ પાક ઉતરવાનાં કારણે તેને બીજા રાજયોમાં મોકલવા રેલવેએ બે એકસ્ટ્રા વેગન ફાળવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં ૧૫ વેગન ડુંગળી ગુજરાતમાંથી દેશનાં અન્ય રાજયોમાં પહોચી ચૂકી છે.

ભાવનગર ડીવીઝને જણાવ્યું હતુ કે લગભગ ૪૧૦૦૦ ટન ડુંગળી ગુજરાતમાંથી નિકાસ થઈ ચૂકી છે. ડુંગળી મોટાભાગે દેશના ઉતરી રાજયોમાં નિકાસ કરવામાં આવી છે. ઉત્તરી રાજય માટે વધુ બે વેગન વધારવા માટે રેલવેએ નકકી કર્યું છે.

ખેડુતોને મદદ કરવાના ભાગ ‚પે અને તેમને ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે રેલવે વેગનની સંખ્યા વધારી રહ્યું છે. આ સિવાય ડુંગળીના ટ્રાન્સપોર્ટેશનમાં રેલવેએ ૫૦%નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.