Abtak Media Google News

જૈનસમાજની બહેનો-દીકરીઓને  નવરાત્રી મહોત્સવનો સીઝન પાસ નિ:શુલ્ક

પ્રિન્સ-પ્રિન્સેસને સોનામહોર અને ખેલૈયાઓને ચાંદીની ગીની જેવા આકર્ષક  ઇનામો: રાજકોટમાં ક્યારેય ન યું હોય તેવું અદ્ભુત આયોજન

સમાજમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરતી સંસ જૈન વિઝન દ્વારા આ વખતે પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ૧૦૮ બહેનો અને ૧૦૮ ભાઈઓની ટીમ કામે લાગી ગઈ છે અને ભારતમાં સૌપ્રમ વખત જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે. તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે અને આગામી ૧૫મી ઓગસ્ટના કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવશે.

આ વર્ષે આ આયોજન જૈન સમાજના લોકો માટેકરવામાં આવેલ છે અને તેમાં બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે. પ્રતિષ્ઠિત જૈન આગેવાનો દ્વારા આયોજિત છેલ્લા ૨૦ વર્ષનો રાસોત્સવનો બહોળો અનુભવ ધરાવતાં આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રીમાં અનેક આકર્ષણો ઉમેરાશે જેમાં સીઝન પાસ કઢાવનાર બહેનોને આકર્ષક ગિફટ, નવરાત્રી દરમિયાન ત્રણ કલાક રાસ રમનાર ૧૦ મહિલા ખેલૈયાઓને દરરોજ લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, વિજેતા નાર ખેલૈયા (પ્રિન્સ-પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોરી નવાજવામાં આવશે, જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની અપાશે, નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં ૮ વાગ્યે પ્રથમ ૫૧ ખેલૈયા વચ્ચે લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઈનલમાં વિજેતા નાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ ટીમ બેઈઝ કોમ્પિટીશનમાં ભવ્ય ઈનામો, દ્વારા રાસ રમતા સ્વજનોને નજીવી નિહાલવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિટમ ટાઈપ બેઠક વ્યવસ, રાજકોટમાં આઠ સ્ળોએ ફ્રી રાસ માટે કોચિંગ કેમ્પની વ્યવસ, ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણ અપાશે, વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સો, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈ ફાઈ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ, જૈન ફૂડ સો કેટરિંગની કેન્ટિન વ્યવસ કરાશે.રાજકોટના મધ્યમાં આ સુંદર આયોજન સુપ્રસિદ્ધ ઓરકેસ્ટ્રા અને ગાયક વૃંદના સવારે.

આ નવરાત્રી મહોત્સવમાં ૩૫ વર્ષ સુધીની વય ધરાવતી બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે જ્યારે જેન્ટ્સ સીઝન પાસના રૂ.૪૦૦ અને સ્ટુડન્ટ પાસના રૂ.૨૦૦ સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઓળખકાર્ડ આપવાનું રહેશે. નવરાત્રી મહોત્સવના કાર્યાલયનું ઉદ્ઘાટન તા.૧૫મી ઓગસ્ટએ આયોજન કમિટીના સૌથી નાનીવયના સભ્ય પ્રતીક શાહના હસ્તે કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવ માટેના ફોર્મનું વિતરણ તા.૧૫મી ઓગસ્ટી સવારે ૧૧થી ૭ વાગ્યા સુધી કરવામાં આવશે. લેડીસ પાસ મેળવવાની છેલ્લી તા.૧લી ઓકટોબર છે. વધુ વિગત માટે ૨૦૧-ગાયત્રી ચેમ્બર, પી.પી. ફૂલવાળા સામે, ડો.યાજ્ઞિક રોડનો અવા મો.નં.૯૮૯૮૨ ૪૯૬૯૭, ૯૪૨૮૨૨૬૬૫૨ નો સંપર્ક કરવાનો રહેશે.

આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે જૈન વિઝન ટીમના ભરત દોશી, ધીરેન ભરવાડા, ગીરીશ મહેતા, સુનીલ કોઠારી, રજત સંઘવી, નેમિષ પૂનાતર, હિતેષ મહેતા, અખિલ શાહ, જય કામદાર,સંજય લાઠીયા,કેતન દોશી, જય ખારા, બ્રીજેશ મહેતા, મૃણાલ અવલાણી, હિતેષ મણિયાર તા લેડીઝ ટીમના દામીનીબેન કામદાર, ડોલીબેન દેસાઇ, મિતલબેન વોરા, નિરાલીબેન પારેખ, ભાવનાબેન દોશી, ખુશ્બુ ભરવાડા, અરુણાબેન મણિયાર, બીનાબેન શાહ,જીલ સંઘવી, ફાલ્ગુની મહેતા, સુલોચનાબેન ગાંધી, રત્નાબેન કોઠારી સહિતના ૧૦૮ જેન્ટસ તા ૧૦૮ લેડીઝ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સ્થળે પાસ મળશે

રિદ્ધિ સિદ્ધિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ૨૦૧  ગાયત્રી ચેમ્બર્સ, પી.પી.ફૂલવાળાની સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, કશીશ હોલિડે, ધવલ, જલારામ-૪ રામકૃપા ડેરીની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ,  હેમ ટ્રાવેલલિંક્સ, ૯/૪ ગાયકવાડી પ્લોટ, પુષ્પ સંધ્યા એપાર્ટમેન્ટની સામે,જંકસન પ્લોટ, રાજકોટ,  જૈન સાડી, દીવાનપરા મેઇન રોડ, રાજકોટ,  દિવ્યેશ મહેતા, ગૌતમ, પટેલ મંડપની સામે, કૃષ્ણ નગર મેઇન રોડ,આનંદ બંગલા ચોકપાસે, રાજકોટ,  સુપેરટેક એન્ટરપ્રાઇઝ, બંસીધર ડેરીની બાજુમાં, સનસીટીની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ,  વોડાફોન સ્ટોર, અમિધારા કોમ્પ્લેક્સ, પૂજારા ટેલીકોમની સામે, કુવાડવા રોડ, રાજકોટ,  પુજા ગ્રાફિક, શોપ નં. ૨૨ ફર્સ્ટ ફ્લોર સદગુરુ ર્તીર્થધામ, શીવમ હોસ્પિટલની સામે, રૈયા રોડ, રાજકોટ, વેવ્સ સિસ્ટમ, શોપ નં. જી-૧૨ ક્રિષ્ના કોન. આર્ચ-૩, જીએસપીસી ગેસની બાજુમાં, રૈયા ટેલિફોન એક્સચેંજની સામે, રાજકોટ, ચટકાઝ, ભક્તિનગર સર્કલ, રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.