Abtak Media Google News

ત્રિપલ તલાક બિલ પાસ કરાવવા ચોમાસુ સત્ર એક દિવસ લંબાવાય તેવી શકયતા

મોદી કેબિનેટની મંજુરી બાદ ત્રિપલ તલાક બિલને ત્રણ સંશોધનો સાથે આજે રાજયસભામાં રજુ કરવામાં આવશે. હવે એવું નકકી કરવામાં આવ્યું છે કે આ બિલ અનુસાર દોષીને જમાનત આપવાનો અધિકાર મેજીસ્ટ્રેટ પાસે રહેશે અને કોર્ટની મંજુરીથી સમાધાન પણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર આજે પૂર્ણ થતું હતું પરંતુ સરકારે વિશેષ આદેશ અનુસાર આ બિલને રજુ કરવાની મંજુરી મેળવી લીધી છે.

Advertisement

સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર ત્રિપલ તલાક બિલને સંસદના બંને ગૃહોમાંથી પસાર કરાવવા માટે ચોમાસુ સત્ર એક દિવસ આગળ પણ ખેંચી શકાય છે એટલે કે જો બિલ પાસ ન થાય તો સત્રનો એક દિવસ વધી શકે છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર કોઈપણ સંજોગોમાં આ બિલ પસાર કરવા માંગે છે. જો સંજોગો વસાત બિલ પાસ ન થાય તો સરકાર પાસે પ્લાન બી પણ છે. જેના દ્વારા કેન્દ્ર સરકાર ત્રિપલ તલાક પર અધ્યાદેશ લાવી શકે છે કે પછી આપાત્કાલીન કાર્યકારી આદેશ લાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ બિલમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મહત્વનો ફેરફાર એ છે કે ત્રિપલ તલાકના કેસમાંમહિલા સાથે લોહીનો સંબંધ ધરાવતા સગા સંબંધી પણ પીડિતા વતી ફરિયાદ કરી શકશે. આ પ્રકારના કેસમાં ટ્રાયલ ચાલતા હશે તો પણ આરોપી મેજિસ્ટ્રેટપાસે જઈને જામીનની માંગણી કરી શકશે. મહિલાને વળતર કેટલું આપવું એ નકકી કરવાનો અધિકાર પણ મેજીસ્ટ્રેટને જ રહેશે એટલું જ નહીં પતિ અને પત્ની વચ્ચેનો વિવાદ ઉકેલવા મેજિસ્ટ્રેટ તેમની સતાનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત બંને પક્ષ કેસ પાછો ખેંચવા પણ સ્વતંત્ર રહેશે.

મહત્વનું છે કે આ બિલમાં ફેરફારો કરાયા હોવા છતાં કોંગ્રેસ, બસપા અને તૃણમુલ કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. જે ૨૦૧૭માં ત્રિપલ તલાકના ૩૮૯ કેસ સામે આવ્યા હતા જયારે જાન્યુ ૨૦૧૮ થી ઓગસ્ટ ૨૦૧૮ સુધી ૨૨૯ કેસ નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.