Abtak Media Google News

શનિવારે રેસકોર્સથી 75 બાઈકર્સ સાથેની રેલી લોકોને સડક સુરક્ષા પ્રત્યે જાગૃત કરશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ ટ્રાફિક પોલિસ તથા બ્રહ્માકુમારીઝ  ટ્રાન્સપોર્ટ વિંગના સંયુકત ઉપક્રમે વધુ એક જન જાગૃતિ અભિયાન યોજાશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજકોટ દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્પો કરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે રાજકોટ ટ્રાફિક પોલિસ તથા બ્રહ્માકુમારીઝ ટ્રાન્સપોર્ટ વિંગના સંયુકત ઉપક્રમે બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી ના માર્ગદર્શન હેઠળ આગામી 30 એપ્રિલ- શનિવારના રોજ સવારે 9 વાગ્યે સરદાર બહુમાળી ભવન ચોક રેસકોર્ષ રીંગ રોડ ખાતે ‘સડક સુરક્ષા મોટર સાયકલ યાત્રા’ને

ટ્રાન્સપોર્ટ  યાત્રા મંત્રી અરવિંદ ભાઈ રૈયાણી,  મેયર ડો.પ્રદીપભાઈ ડવ , પ્રવિણકુમાર મીના(ઝોન 1  ડીસીપી) , સુધીરકુમાર દેસાઈ (ઝોન 2 ડીસીપી)  બ્ર.કુ. ભારતી દીદી વગેરે મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રગટાવી તથા લીલીઝંડી આપી શુભારંભ કરવામાં આવશે.

આ સેવાકીય પ્રકલ્પમાં *બ્રહ્માકુમારીઝ સાથે જોડાયેલા લોકો  તેમજ ટ્રાફિક પોલિસ બ્રિગેડનાં 7પ બાઇકર્સ શહેરનાં વિવિધ વિસ્તારનાં લોકોને સડક સુરક્ષા પ્રત્યે જાગૃત કરશે.

આ યાત્રા બહુમાળી ભવન રેસકોર્ષ ખાતેથી શરૂ થઇ શહેરના વિવિધ માર્ગો પર થઇને ગોંડલ રોડ એસટી  વર્કશોપ ખાતે સવારે 11.30 વાગ્યે પહોંચશે અને  ત્યાં એસ.ટી વિભાગીય નિયામક કરોતરાની ઉપસ્થિતિમાં એસટીનાં સ્ટાફને સડક દુર્ઘટનાઓ ન થાય તે માટે જાગૃત રહેવા સંદેશો આપશે.આ યાત્રાનો મુખ્ય હેતુ લોકો વાહન ચલાવતી વખતે  તકેદારી  રાખે અને સડક  દુર્ઘટના ટળે એ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.