Abtak Media Google News

બ્રહ્માકુમારીઝ-ટ્રાન્સપોર્ટ વીંગ તથા રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા આયોજન: પરિવહન મંત્રી અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

મોટી સંખ્યામાં બાઇક સવાર યાત્રામાં જોડાયા: આયોજનનો હેતુ લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃકતા ફેલાઈ: શહેર  વ્યસન મુકત અને અકસ્માત મુકત બનશે

રાજકોટમાં બ્રહ્માકુમારીજી ટ્રાન્સપોર્ટ  વીંગ તથા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સડક સુરક્ષા મોટર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો બાઇક સાથે જોડાયા હતા. આ આયોજનમાં પરિવહન મંત્રી અરવિંદ રૈયાણી ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાઘ્યાય, ટ્રાફીક એસ.ઇ.પી. મલ્હોત્રા, ડી.વી. મહેતા સહીતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા. આ યાત્રા લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન કેટલું જરુરી છે. તેનું મહત્વસમજાવામાં આવ્યું હતું

અત્યારના યુવાનોમાં ટ્રાફીકના નિયમોને લઇને જાગૃકતા ઓછી જોવા મળે છે. જેના કારણે અકસ્માત થવાની સંભાવનાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. ત્યારે આ રેલી દ્વારા લોકોમાં જાગૃકતા ફેલાય અને લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે જરુરી છે. તેનો સંદેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત લોકો વ્યસન મુકત બને તેનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. રેલીનો બહુમાળી ભવન ચોકથી રેકકોર્ષ રીંગ રોડથી શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઇ લોકોમાં જાગૃકતા ફેલાવી હતી.

શહેર વ્યસન મુકત અને અકસ્માતમુકત બને તે જરુરી: બ્રહ્મકુમારી અંજુ દીદી

બ્રહ્મકુમારી અંજુ દીદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજના આ આયોજન દ્વારા લોકોમાં ટાફીકના નિયમો અને વ્યસન મુકતનો સંદેશો ફેલાય તેના માટે કરવામાં આવ્યું છે. લોકોમાં ટ્રાફીકના નિયમોની જાગૃકતા ફેલાય તે જરુરી છે. આપણે રાજકોટને વ્યસન મુત અને અકસ્માત મુકત બનાવવું છે જેના માટે ટ્રાફીકના નિયમોનું પાલન જરુરી છે.

આજના યુવાનોમાં ટ્રાફીક નિયમો અંગેની જાગૃકતા ફેલાય તે જરુરી : અરવિંદ રૈયાણી

પરિવહન મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજના યુવાનો ટ્રાફીકના નિયમો અંગે જાગૃકતા ફેલાય અને તેનું પાલન કરે ખુબ જરુરી છે. આજની આ સડક સુરક્ષા મોટર સાયકલ યાત્રા દ્વારા એ જ સંદેશો ફેલાવામાં આવશે. જેથી વર્તમાન સમયમાં થઇ રહેલા અકસ્માતની સંખયા ઓછી થાય અને રાજકોટ અકસ્માત મુકત બને.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.