Abtak Media Google News

ગોપાલક સમુહલગ્નસેવા સમિતિ દ્વારા યોજાનારા આ સમુહલગ્નમાં રકતદાન અને વ્યસન મુકિત કેમ્પ પણ યોજાશે

સમાજ વ્યવસ્થાના ભાગરુપે ઓછાખર્ચે લગ્ન સારી રીતે સંપન્ન થઇ શકે તેવા સમુહલગ્ન બાબતે છેલ્લા થોડા  વખતથી ભરવાડ સમાજમાં ખુબ જ જાગૃતીઆવી છે. અગાઉ જંગ વિવાહ થતા જેમાં એક સાથે ૧૦૦૦-૧૨૦૦ દિકરીઓ પરણતી સમયાંતરે તે ઓછા થયા જે બાદ રાજકોટમાં ૧૯૯૮ માં ગોપાલક સમુહલગ્ન સમીતીના નેજા હેઠળ ગોપાલક સમુહલગ્ન સમીતીના નેજા હેઠળ પ્રથમ સમુહલગ્ન યોજાયા અને આસીલસીલો માત્ર રાજકોટ પુરતો સીમીત ન રહેતા સૌરાષ્ટ્રના તમામ તાલુકામાં સમુહલગ્ન શરુકરાવવા રાજકોટ સમુહલગ્ન સમીતીએ કમર કસી તેની ફળ શ્રતિરુપે હાલમાં દર વર્ષે અલગ અલગ તાલુકા મથકે યોજાતા સમુહલગ્નમાં ૭૫૦ થી ૮૦૦ દિકરીઓ પરણે છે. રાજકોટમાં આગામી તા. ૨૩ જાન્યુઆરી રોજ ર૧માં સમુહલગ્ન યોજાનાર છે.

જેમાં ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરીબાપુ સહીતના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉ૫સ્થિતિમાં નવયુગલો પ્રભુતામાં પગલા માંડનાર છે. આ પ્રસંગે અંદાજે ૩પ થી૪૦ હજારની જનમેદની ઉમટશે. પારીજાત પાર્ટી પ્લોટની બાજુમાં દ્વારકાધીશ હાઇટસ સામેના ગ્રાઉન્ડમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે સમુહલગ્નના દિવસે રકતદાન કેમ્પ અને વ્યસન મુકિત કેમ્પ રાખવામાં આવેલ છે. આ સમુલગ્નોત્સવમાં દિકરીઓને કરીયાવરમાં સોના-ચાંદીની વસ્તુઓ, કબાટ,પથારી સેટ, કટલેરીસેટ ઉપરાંત જીવનજરુરી ચીજવસ્તુઓ સમાજ તરફથી આપવામાં આવે છે.

આ સમુહ લગ્નમાં જોડાવવા ઇચ્છતાપરિવારોએ દિકરા-દિકરીના જન્મ તારીખના દાખલા, આધાર કાર્ડ અને રેશનકાર્ડની ઝેરોક્ષ આને પાસપાોર્ટ સાઇઝના ફોટા સાથે તા.૧ જાન્યુઆરી રોજ પાતાબાપાના ઠાકરના મંદીર મવડી મેઇન રોડ રાજકોટ ખાતેભરવા આવવાનું રહેશે સમુહલગ્નમાં દીકરીની ઉમર ૧૮ વર્ષ અને દિકરાની ઉમર ર૧ વર્ષ પૂર્ણહોવી જરુરી છે. તેમ સમીતીના આગેવાનોએ અબતક મીડીયાની મુલાકાતે દરમ્યાન વિગતો આપતા જણાવ્યું હતું.

આ સમુહલગ્નને સફળ બનાવવા રાજુભાઇજુંજા, ભીખાભાઇ પડસારીયા, હિરાભાઇ બાંભવા,નારણભાઇ ટારીયા, બીજલભાઇ ટારીયા, લીબાભાઇ માટીયા, રમેશભાઇ જુંજા, મનુભાઇ બાંભવા, ડાયાભાઇ રાતડીયા, નાગજીભાઇ ગોલતર, રાજુભાઇ ટોયટા, હરેશભાઇ ઝાપડા, ગોપાલભાઇ ગોલતર, પ્રકાશભાઇ ઝાપડા, ગોપાલભાઇ સરસીયા, રાજુભા ઝાપડા, રૈયાભાઇ ઝાપડા, નારણભાઇ વકાતર, ધીરજભાઇ મુંધવા, પરેશભાઇ સોરીયા વિગેરેએ જહેમત ઉટાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.