Abtak Media Google News

શનિવારે કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોના સારવાર માટેની એક દવાને તાત્કાલિક મંજૂરી આપી છે. આ દવા DRDOની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાઈસેસ(INMAS) અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (CCMB)ના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ દવાનું નામ હમણાં જ 2-deoxy-D-glucose (2-DG) રાખવામાં આવ્યું છે, અને તેનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ડો.રેડ્ડી લેબોરેટરીમાં થવાનું છે.

દવાઓની ક્લિનિકલ ટ્રાયલ્સ સફળ સાબિત થઈ છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ દવા લેવાથી દર્દીઓમાં ઝડપીથી રિકવરી જોવા મળે છે, અને દર્દીઓનું ઓક્સિજ લેવલમાં પણ સુધારો કરે છે. બીજી દવા ઉપીયોગ કરતા કોરોના દર્દીઓની તુલનામાં આ દવા ઉપીયોગ કરતા દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે, અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય છે.

DRDOના વૈજ્ઞાનિકોએ એપ્રિલ 2020માં આ દવાનો પ્રયોગ કર્યો હતો. પ્રયોગમાં જાણવા મળ્યું કે,આ દવા કોરોના વાયરસને રોકવામાં મદદ કરે છે. તેના આધારે DCGIએ મે 2020માં બીજા તબક્કામાં પરીક્ષણો કરવાની મંજૂરી આપી હતી.

આ દવા પાવડરના રૂપમાં આવે છે, જે પાણીમાં મિક્સ કરી લેવામાં આવે છે. આ દવા ચેપગ્રસ્ત કોષોમાં જમા થઈ વાયરલને વધતા રોકે, અને શરીરની શક્તિ વધારે છે. આ દવા એવા સમયે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે, જ્યારે દેશભરમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દર્દીઓને ઓક્સિજનની જરૂર છે. આ દવા લેવાથી દર્દીઓને વધુ સમય સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂર રહતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.