Abtak Media Google News

કોરોના મહામારીને અટકાવવા સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનો ચુસ્ત અમલ કરતી કોઠારિયા રોડ પરની અવંતિકા પાર્ક સોસાયટી અને 150 ફુટ રીંગ રોડ પર આવેલા એ.પી.પાર્ક ગોલ્ડ ડીલર એસોસિએશન, ઇમીટેશન માર્કેટ એસોસિએશન, કાગદડી ગામ, કબીરવન સોસાયટી, રાજસમઢીયાળા ગામ, તુલશી બંગ્લો સોસાયટી અને મવડી રોડ વેપારી એસોસિએશન દ્વારા ચુસ્ત પાલન કરી કોરોને હરાવવા કરેલા ભગીરથ પ્રયાસની પોલીસ દ્વારા પસંશા કરવામાં આવી છે.

Img 20210508 Wa0038

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર, ડીસીપી ઝોન-1 મનોહરસિંહ જાડેજા, દક્ષિણ વિભાગના એસીપી ગેડમ, ભક્તિનગર પી.આઇ. જે.ડી.ઝાલા અને તાલુકા પી.આઇ. જે.વી.ધોળા સહિતના સ્ટાફે બંને સોસાયટીના રહીશોને બેસ્ટ સોસાયટીનો એવોર્ડ આપી સન્માનિત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.