Abtak Media Google News

અસત્ય ભાષીઓએ સત્યને લોહી લુહાણ કરતાં જબરી ઉથલપાથલ !

એમ કહેવાય છે કે, ઇશ્ર્વર બે વખત હસે છે. જયારે ભાઇઓ પરસ્પર હાથમાં ફૂટપટ્ટી લઇને જમીનની વહેંચણી કરે છે અને બોલે છે કે, ‘આ હદ તારી, અને આ હદ મારી’ એ વખતે પ્રભુ હસે છે, અને માણસને જયારે બહુ બિમારી થાય છે, અને સગાવહાલા રોકકળ કરે છે ત્યારે વૈદ્ય અથવા ડોકટર આવીને કહે છે કે બીઓ છો શું કરવા, હું હમણા સાજા કરી દઉં છું, તે વખતે પણ ભગવાન હસે છે. વૈદ્ય ડોકટર જાણતા નથી કે, ભગવાનને જો મારવો જ હોય તો એને કોઇ બચાવી શકતું નથી.

આજના માણસો ખોટું બોલવામાં, જૂઠાણું હાંકળામાં અને બોલે તેમાંથી ફરી જવામાં પાવરધા થઇ ગયા છે. કેટલાયે ધનિકો આવાં જૂઠાણાં હાંકે છે, માલિકો એવું કરે છે, પતિ-પત્નીઓ, શેઠ-નોકરો, દોસ્ત-દોસ્ત અને સૌથી વધારે રાજનેતાઓ-પ્રધાનો, તથા રાજકારણીઓની જમાત આવું કરતા રહે છે !

આપતા મોટાભાગનો સમાજ હવે એવો આક્રોશ વ્યકત કરતો થયો છે કે, આપણા દેશની અને આપણાં સમાજની નબળાઇઓ સતત વધતી જ રહી છે. આપણા સંસદગૃહો અને રાજનેતાઓ જ એને ઉઘાડે છોગે ખુલ્લી કરી રહ્યા છે.

આપણા રાષ્ટ્રની નબળાઇઓનો આપણા શત્રુઓને તેમજ વિઘ્ન સંતોષીઓ અણસાર આવી જ જાય એટલે હદે એ ખેલ ચાલુ રહ્યો હતો. સંસદના ચોમાસુ સત્રમાં આપણા દેશની અંતર્ગત નબળાઇઓ એના બિહામણા સ્વરુપમાં ખુલ્લી થઇ અને આપણી  રાષ્ટ્રીય એકટા કેટલી હદે ખતમ થઇ તેનો ધજાગરો થયા વિના રહ્યો નહિ. આપણે કોઇ એક જ બાબતમાં આપણી નબળાઇનો અણસાર શત્રુઓને આપી દીધો છે, એવું પણ નથી.

આપણે ભ્રષ્ટાચારમાં સૌથી ચઢિયાતા છીએ અને રોમાંચકે લાલચો મળે ત્યારે દેશના હિતો જોખમાય એવું પણ કરવામાં પાછા પડતા નથી એવો અણસાર પણ આપણા શત્રુને આપી ચુકયા છીએ.

આ બધું જોતાં એવું જણાય છે આજના ભારતમાં સૌથી મહત્વની અને કદાચ સૌથી મૂલ્યવાન શિખામણ એ છે કે, આપણીસ્કુલોમાંથી ફરી રામાયણ, ભાગવતના પાઠો અભ્યાસ ક્રમમાં પ્રસ્થ્પિતી કરો.. નવી પેઢી એમાંથી જ નિષ્ઠા, પ્રમાણિકતા, ધાર્મિકતા સત્ય શીલતા, અહિંસા અને સહકાર-સહયોગ તથા સૌને સરખું સુખ મળે તે વિશેની સમજ પામે! ઓમ સહના વવતું નો કે મૃત્યું જય મહાદેવ નો કે ગાયત્રીમંત્રનો જનની જન્મભૂમિ નો માત્ર પાઠ કે મંત્ર જ નહિ પરંતુ તેઓ અર્થ પણ શિખે તે આજના યુગનો તકાજો છે. આનાં દ્વારા કદાચ નવી પેઢીનો નવા મનુષ્યોનો, નવા સમાજનો અને નવી વિચારધારાજો જન્મ થશે.

ભ્રષ્ટાચાર, દુરાચાર અને પાપાચાર રહિત સમાજ વ્યવસ્થાનું સર્જન કરવા અને ભતૃહરિ, ગૌતમ, મહાવીર તથા શ્રી કૃષ્ણની નીતિઓ તથા રામના આદર્શોને સુગ્રથિત કરવા પ્રાચીન ગ્રંથો નો આધાર લેવાય તથા યુગલક્ષી પગલાં લેવાય તે આવશ્કય છે.

આપણા રાજનેતાઓ રચનાત્મક સુચનો કરતા ખંડનાત્મક ટીકાઓ જ કરે છે. અને એમાં પાછું વાળીને જોતા નથી.

આપણા રાજનેતાઓ જુઠું જ બોલે છે. ભગવાન આ જાણે છે!

રાજનેતાઓ કપટી છે. ભગવાન આ જાણે છે!

રાજનેતાઓ દંભી છે ભગવાન આ જાણે છે!

રાજનેતાઓ તેમની કામગીરીના, તેમની આવડતના, તેમની સિઘ્ધિઓના નવાં નવા વચનોનાં બણગાં ફૂકે છે. બહુ સારી ભાષામાં તેઓ બુણગાં ફુંકે છે. પોતે ખોટું જ બોલે છે તેમ સમજીને જે જુઠુ બોલે છે તે રાજનેતાઓ જ છે.

કપટ કરવું એ પાપકૃષ્ણ છે એમ સમજીને જેક પટ કરે છે અને પ્રજાને છેતરે છે તે રાજનેતાઓ આ આક્રોશ આપણા દેશની પ્રજાનો કરોડો ગરીબોનો છે આ દેશમાં વર્ષોથી જે હળ હળ છે એ સૌનો છે.

આમ તો આપણા કથાકારો એવું કહે છે કે રામાયણ, મહાભારત, ભગવદ્દગીતા અને અન્ય પુરાણગ્રન્થોમાં આપણાદેશની અને માનવજાતની તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જાય અને ઘેર ઘેર સુખ-સંતોષનાં અજવાળાં ફેલાય એ માટેનું મૂલ્યવાન રસાયણ છે.

એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે, આપણા દેશમાં આ ગ્રન્થોના વિદ્વાન પંડીતો પણ છે.

અહેવાલો મુજબ, આપણા દેશમાં જુદા જુદા પ્રદેશોમાં ઘણે ભાગે પચાસ હજાર ઠેકાણે ભાગવદ કથા તથા શ્રી રામચરિત માનસના પઠનના કાર્યક્રમો યોજાય છે અને ટી.વી. પર એનાં પ્રસારણો થતાં રહે છે!

આ બધું થતું હોવા છતાં આપણો દેશ લગીરે કેમ સુધરતો નથી અને કલુષિત વિચારો ધરાવતા રાજપુરૂષો તેમન હલકટ વર્તણુંક ધરાવતી કેટલીક પ્રજાનાં હ્રદય-મનમાં પરિવર્તન કેમ આવતાં નથી?

કોઇ ચિંતકે કહ્યું છે કે જીવનની ગમે તેવી કસોટી વખતે ગ્રંથ ગુરુ અને ગોવિંદ એ ત્રણ કસોટી પાર  કરાવી શકે!

અહીં ગ્રંથ નો જે ઉલ્લેખ છે તે ભગાવત, રામાયણ, ગીતા વગેરે ધર્મગ્રંથોનો જ છે.

દેશના રાજકીય રંગરાગ તરફ નજર કરતાં એવું પ્રસ્થાપિત થાય જ છે કે, રાજનેતાઓ, રાજકારણીઓ, આજની કોલેજો, સ્કુલો, વિઘાધામો યુનિવર્સિર્ટીઓ આ દેશની સમસ્યાઓ ઉકેલવામાં કામિયાબ બન્યા નથી. તેમની મથામણો કા તો અપ્રમાણિકતા અને નિષ્ઠા વગરની છે અને કાં તો ઐશ્ર્વર્ય વિહીન છે. એમાં તપની ખામી છે અને તે નિર્ભળ લક્ષ્યને વરેલી નથી.

ભતૃહશ્રિએ કહ્યું કે અસત્યપુરુષ પાસેથી કદી કશું ન માગવું નબળી આર્થિક સ્થિતિવાળા મિત્ર પાસેથી પણ ન માગવું સૌની સાથે પ્રિય અને ન્યાયપૂર્ણ આચરણ કરવું ભલે પ્રાણ જાય અને મલિનકર્મ ન કરવું વિપતિઓમાં ઉંચી સ્થિરતા રાખવી, શ્રેષ્ઠજનોના પદચિહનો પર ચાલવું

ભતૃંહરિએ એમ પણ કહ્યું છે કે દાન ગુપ્ત રીતે કરવું ભૂલથી ઘેર આવેલાનું સ્વાગત કરવું બીજાઓનું સારું કરીને તે વિષે મૌન રાખવું જયાં ચાર જણા એકઠા થયા હોય ત્યાં બીજાઓના ઉપકારની ચચા કરવી ઐશ્ર્વર્યમાં ઘમંડી ન થવું. બીજાઓ વિષે નિંદાના હેતુથી કોઇ વાત કહેવી.

આવાં ગંગોત્રી યમુનોત્રી સમા બોધ જો આ દેશની પ્રજાની રગેરગમાં ઉતારી આપે એવા માઇનાપૂતોને શોધી શોધીને એમને આપણા દેશની સંસદ, યુનિવર્સિટીઓ, હરિમંદીરો અને રાજયાસનમાં જોડવાનો તથા ધર્મગ્રંથોને નરી આમદાનીનાં જ ચકકરમાંથી બહાર કાઢીને એને કળિયુગ વચ્ચેય સતયુગનો ચળકાટ બક્ષવાના યજ્ઞો આયોજવા પડશે.

અત્યારે અસત્ય ભાષીઓએ સત્યને વિખોડીયા ભરી ભરીને લોહી લોહાણ કર્યુ છે. અને સમાજમાં જબરી ઉથલ પાથલ સર્જી છે!

‘અબ કિસીકો કિસી પર ભરોસા નહિ ’જેવી હાલત આપણા દેશની છે. ખુટ્ટલ અને દગાબાજ, ઘમંડી, વિશ્ર્વાસધાતીઓની જમાત બહુ મોટી થઇ ગઇ છે એમ કહેવું પડે છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.