Abtak Media Google News

અહી બધી જ નારીને નારાયણી નથી નથી થવા દેવાઈ ! યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, તત્ર રમન્તે દેવતા : એ વેદ-મંત્રની આપણા દેશમાં થતી અવહેલના કમનશીબ: સતિગણતરીના આંકડાઓને માપદંડ બનાવવાનું આવશ્યક : સ્ત્રી શકિતકરણનાં વિશેષ અભિયાન અને સંસ્કૃતિ-સંસ્કાર અને શૈક્ષણિક ઉત્થાન પ્રતિ શિથિલતા અમંગળ તથા અશુભ !

આપણા દેશમાં જયાં સુધી સ્ત્રી-પુરૂ ષ સમાન ધોરણે પ્રગતિ નહિ સાધે અને કેળવણી વ્યવસાય તેમજ વિકાસની વિવિધ ક્ષિતિજોને આંબી લેવામાં આખો સમાજ સમાન સ્તરે પહોચવામાં એની સાથે આંબી નહિ રહે. ત્યાં સુધી આપણા દેશનાં અને તમામ સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં નાના મોટા તેમજ મોખરાનાં સ્થાન પ્રાપ્ત નહિ કરી શકે. ઈશ્ર્વરે સ્ત્રી-પુરૂ ષનાં ચાર હાથ વડે જ આ પૃથ્વીને વધુને વધુ સુંદર બનાવવાની અને નવાં નવાં સર્જનની યોજનાઓ ઘડી હશે! માનવજાત વિલંબ વિના તેના મૂળભૂત પ્રયાણ તરફ પાછી ફરે, એ આજના યુગનો તકાજો છે. આપણા સમાજે ભલે પુરૂ ષોના વર્ચસ્વની પધ્ધતિ અપનાવી છે, તો પણ તેણે ‘નારી’ને અનેકગણું વધારે મહત્વ આપ્યું છે. એમ આપણી વેદવાણીમાં સ્પષ્ટ પણે કહેવાયું છે.

આપણે ત્યાં એવી કહેવત છે કે ‘જે કર ઝુલાવે પારણું તે જગત ઉપર રાજ કરે’… (એ હેન્ડ ધેટ રોકસ ધી ક્રેડલ, રૂ લ્સ ધી વર્લ્ડ’ આપણે ત્યાં એક બીજી કહેવત પણ છે કે યત્ર નાર્યસ્તુ પૂજય, રમન્તે તત્ર દેવતા:’ (જયાં નારી પ્રત્યે પૂજયભાવ દાખવાય છે ત્યાં પરમેશ્ર્વરનો રાજીપો રહે છે) આપણા દેશમાં નારીને નારાયણ કહેવાય છે.

વસતિગણતરી કે એનાં આંકડા ભાગ્યે સમજદાર લોકોને બહોળા પ્રમાણમાં જાણવા મળતા હોય છે. ૧૯૯૧નો અહેવાલ દાખલા રૂ પે લઈએ તો થોડોઘણો અંદાજ આવી શકે છે.

દેશના અર્થતંત્રમાં સ્ત્રીઓ એક અતિ મહત્વનું ઉત્પાદક અંગ છે.હાલ પ્રવર્તમાન આંકડાકીય ઓઝલને પરિણામે સ્ત્રીઓનાં કામને ઉત્પાદક કામ ભલે ન ગણાતું હોય, પરિણામે સ્ત્રીઓનું કામ ભલે ‘અદશ્ય’ રહેતું હોય, છતા વાસ્તવિકતા એ છે કે દેશનું ત્રીજા ભાગનું શ્રમદળ સ્ત્રીએ છે. બળતણનાં લાકડા વીણી લાવવા, ઢોર માટે ચારો લાવવો, દોહવા, મરઘા, પાળવા, વાડામાં શાકભાજી ઉગાડવાં, છાણા થાપવા વગેરે અનેક આવા કામો ઘર માટે કરાતાં હોય, તે કામો સવેતન ના હોય છતા પણ કામો તો છે જ. તે કામો વેચાતા કરાવતાં પૈસા દેવા પડે ને ! હવે, જો આ કામો સ્ત્રીઓનાં કામ તરીકે ગણવામાં આવે અને હાલના પ્રચલિત આંકડામાં ઉમેરવામાં આવે તો ફિમેલ પાર્ટિસીપેશન રેઈટ સ્ત્રીઓનો રોજગાર દર ૩૯%થી વધીને ૫૧% થવા જાય. પુરૂ ષોના ૬૪%થી ૧૩ જ પોઈન્ટ છેટા.

આ જ રીતે, વિધવિધ પ્રકારનાં ગૃહઉદ્યોગ-બીડી, અગરબત્તી, પાપડ, મસાલા, દોરડા, જળ સુપહા, ટોપલા, સિલાઈ, ભરત, વણાટ, ચર્મકામ વગેરેને પણ કામની વ્યાખ્યામાં ઉમેરવામાં આવે તો હાલ આ તમામ સ્ત્રીઓ જે નિષ્ક્રિય નોંધાઈ છે તેને બદલે ‘કામદાર’ તરીકે નોંધાયને.

વળી, ટોપલા-ફેરી કરતા, ગલ્લો ચલાવતાં, કાગળ પસ્તી, ભંગાર વીણતાં, પારકા ઘરમાં ચાકરી કરતા, દાયણ, ધોખણ, રસોઈયણ, ટયૂશન કરતા અનેકાનેક સેવાઓ આપતી બહેનો પણ આંકડાના ઓઝલ પાછળ ઢંકાયેલ છે. તે બધાંની ગણતરી વસતિગણતરીના અહેવાલમાં આજ લગી હજુ નોંધવામા આવી નથી.

બીજી બાજુ, સ્ત્રીઓને સંગઠિત કરતી સંસ્થાઓએ પર તેમના આક્રોશને નકકર સ્વરૂ પ આપવા ચાલુ દશકમાં કેટલાક અભ્યાસો હાથ ધર્યા, શ્રમિક બહેનોની અદશ્યતામાંથી ઉદભવતા અન્યાયકારી અનુભવોને ઉચ્ચસ્તરે વાચા આપી શ્રમિક બહેનોના સંગઠનોએ,દશકા દરમ્યાન ‘સેવા’એ પણ અદશ્યતાની વાત લઈને રાષ્ટ્રકક્ષાએ તેમની રજૂઆતોનો સતત મારો ચલાવ્યે રાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય ફલક પર પણ સ્ત્રીઓ જોગ આંકડાઓ સુધારવાના ઠરાવો, ભલામણો વગેરે જુદા જુદા સ્તરે થતા જ રહ્યા હતા. પરિણામે હવેની વસતિગણતરીમાં સ્ત્રીઓની અપાર પ્રવૃત્તિઓનું સાચુ દર્શન દેશના સમગ્ર આર્થિક ચિત્રમાં જોવા મળશે તેવી નકકર આશા બંધાઈ છે. ખેત મજૂર બહેનો, ગૃહઉદ્યોગ કરતી બહેનો, લાખો-કરોડો અસંગઠિત વર્ગના શ્રમિક બહેનો જેઓ આજ લગી શ્રમદળમાં નિષ્ક્રિય (નોનવર્કર) ગણાતાં આવ્યા હતા તે હવે કામદાર ગણાશે અને તેમના કામો આર્થિક કામો તરીકે લેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.