Abtak Media Google News

સોમનાથના સૂર્ય મંદિર પરિસરના હિંગળાજ માતાના મંદિર પાસે જ્ઞાનવાવનાં વૃક્ષમાં વરસોથી સુઘરી માળા બનાવી રહી છે

૨ ચુકડા માળામાં બે માળનો રૂમને વળી ગુંથણી પણ એવી કે ભારે વરસાદ થાય તો પણ પાણીનું ટીપુ ન પડે

૨૧મી સદીમાં માનવી આધુનિક ટેકનોલોજી અને ટેકનીકથી જેમ પોતાના સુંદર મકાનો બનાવે છે તેમ પક્ષીઓની સુષ્ટિમાં પણ આકોટેક કે ઇજનેરી કળાને ભૂલાવી દે તેવી સુઝબુઝ-કલાત્મકતા વાસ્તુશાસ્ત્ર ભગવાને ‘સુઘરી’ નામના ચકલીકુળના પક્ષીઓમાં આપી છે.

ભગવાન સોમનાથ મહાદેવની ભૂમિ ઉપર એટલો બધો વિશ્ર્વાસ, ભરોસો, શ્રધ્ધા અને ભગવાને આપેલ કૌશલ્યને કારણે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ સામે આવેલ સૂર્યમંદિર પરિસરના હિંગળા જ માતાજીના મંદિર પાસે આવેલ જ્ઞાનવાવ ઉપરના વૃક્ષમાં વરસોથી ‘સુઘરી’ માળાઓ બનાવતી રહી છે.

સુઘરી હંમેશા સમુહોમાં અલગ અલગ માળાઓ બાંધીને તેના બચ્ચાને ઉછરે છે તે સ્થળે આવેલા મંદિરના સંત પોતાના અભ્યાસ-અવલોકથી કહે છે ‘સુઘરી’ હંમેશા પાતળી ડાળી ઉપર અને નીચે પાણી હોય તેવી વાવ ઉપર ઉગેલા વૃક્ષ ઉપર માળો બાંધે છે. જે માળાનો આકાર મદારીની મોરલી જેવો કલાત્મક હોય છે અને અંદર બે માલ હોય છે. જેમાં નર અને માદા અલગ અલગ રહે છે.

આ માળો બનાવવા નાળીયરીના પત્તાની ચીર કરી તેના તાર કાઢી લાવી-લાવી સ્વેટરની જેમા સુધરી નર ગુંથણી કરી માળો બનાવે છે અને ઝાડની ડાળ ઉપર માળાની પકડ એવી ગુંથણીથી કરે કે ગમે તેટલો પવર, વરસાો આવે તો પણ માળો ન પડે એટલું જ નહીં એ પાતળી ડાળી ઉપર હંમેશા બનાવે જેથી શિકારી પક્ષી તેની ઉપર બેસે કે હલબલ થાય જેથી ઉડી જાય.

અન્ય પક્ષી રસિક કહે છે પ્રજનન કાળ માટે સુઘરી અલગ જાતનો માળો બનાવે છેે. જયાં પ્રજનન કાળ દરમ્યાન માદાથી અલગ રહે છે. અંદર બે માળ હોય છે જેમાં એકમાં માદા બચ્ચાઓ સાથે અને બીજા રૂમમાં નર રહે છે. આ માળો હેંગીગ-વોટરપ્રુફ હોય છે. જેને નર સુઘરી બનાવે જેનો માળો સારો બન્યો હોય ેતેને સુઘરી વરે છે. માળાનો નીચેનો ભાગ એટલો સાંકડો હોય છે કે જેમાં માત્ર આ પક્ષી જ પ્રવેશી શકે અને તે જુલાઇથી ઓકટોબર સુધી માળાઓ બનાવે છે. આ માળાઓ નજીક-નજીકમા બાંધવામાં આવે છે. માળા બાંધવાનું કામ નર કરે છે અને તે બન્યા પછી માદા તેને કલાત્મક રીતે શણગારે છે. માળાનું જોડાણ ઉપર ડાળ સાથે હોવાથી પ્રવેશ દ્વારાા નીચેથી હોય છે. અને એ ભાગ એટલો સાંકડો હોય છે કે તેમાં માત્ર આ પક્ષી જ પ્રવેશી શકે અને બહાર આવી શકો.

માળો સુઘરીનું મેટરનીટી હોમ હોય છે. જે અંદરથી મુલાયમ, મજબુત, હુંકાળું હોય છે. અંદરથી મુલાયમ, મજબુત, હુંકાળું હોય છે. અંદર ઝીંઝવો-ધ્રો ઘાંસ બીછાવી બેઠકરૂમ તૈયાર કરાયો હોય છે. સુઘરીના માળામાં વાસ્તુશાસ્ત્રના નિયમ પણ જળવાય છે જે માળાનું મુખ કદી નૈઋત્ય દિશા તરફ હોતું નથી કારણ કે મોટાભાગે ચોમાસાના પવનો આ દિશામાંથી ફૂંકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.