Abtak Media Google News

નર્મદા, તાપી, જૂનાગઢ, ખેડા અને નવસારી જિલ્લામાં નવી પોલિટેકનિક સ્થપાશે

કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા રાજય મંત્રીનો રાજસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુતર

કેન્દ્ર સરકાર દેશમાં ૩૦૦ નવી સરકારી પોલિટેકનિકનો પ્રારંભ કરી રહી છે. જેમાંથી ગુજરાત રાજયમાં ૫ નવી પોલિટેકનિકનો પ્રારંભ થશે. નવી સરકારી પોલિટેકનિક રાજયના નર્મદા તાપી, જૂનાગઢ, ખેડા, અને નવસારી જિલ્લામાં સ્થપાશે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં નવી પોલિટેકનિક માટે રૂ.૩૨.૧૨ કરોડના અનુદાનની ફાળવણી કરી દેવામાં આવી છે. અત્યારે દેશમાં ૩૭૧૯ સરકારી પોલિટેકનિક અસ્તિત્વમાં છે. જેમાંથી ૧૩૨ ગુજરાતમાં આવેલી છે. કેન્દ્રીય કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા રાજય મંત્રી અનંતકુમાર હેગડે દ્વારા આ માહિતી રાજયસભામાં તા.૨૫ જુલાઈ ના રોજ રાજસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

મંત્રક્ષના નિવેદનમાં જણાવ્યા અનુસાર ૧૧મી પંચવર્ષિય યોજના દરમ્યાન નવી પોલિટેકનિક સ્થાપના યોજના અંતર્ગત સબમિશન ઓન પોલીટેકનીકસ અન્ડર કોર્હિનેટેડ એકશન્સ ફોર સ્કીલ ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવેલું હતુ વર્ષ ૨૦૧૭માં આ યોજનાને માનવસંશાધન મંત્રાલય તરફથી કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયને સોંપવામાં આવી હતી.

નથવાણી દેશમાં કુલ કેટલી સરકારી પોલિટેકનિકો આવેલી છે. અને સરકાર દ્વારા રાજયવાર કેટલી નવી પોલિટેકનીકો શરૂ કરવાની વિચારણા છે? અને તે માટે કેટલીક રકમની ફાળવણી કરવામાં આવી છે. તે અંગે જાણવા માંગતા હતા.

નિવેદનમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઝારખંડ રાજયમાં પણ નવી ૧૭ સરકારી પોલિટેકનિક સ્થપાશે. ઝારખંડમાં ગઢવાલ, સાહિબગંજ, પાકુર, ગુમલા, હઝારીબાગ, ગિરિડીહ, દેવધર, ગોડ્ડા, લોહરદગા, પશ્ર્ચિમી, સિંધભૂમ, ચતરા, પલામ, જામતારા, રામગઢ, ખૂંટી સીમડેગા, અને દુમકા, જિલ્લાઓમાં નવી પોલિટેકનિકો સ્થપાશે. જેનામાટે સરકાર દ્વારા રૂ.૧૨૫ કરોડના અનુદાનની ફાળવણી કરી દેવામાં આવી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સરકારને એક વખતની આર્થિક સહાય યોજના અંતર્ગત પ્રતિ પોલિટેકનીક રૂ.૧૨.૩૦ કરોડનું અનુદાન આપવામાં આવે છે. નવી પોલિટેકનિક દેશના ૩૦૦ અપૂરતી સેવા ધરાવતા અથવા સેવા નહિ ધરાવતા જિલ્લોમાં સ્થપાશે નિવેદનમાં જણાવ્યા અનુસાર સૌથી વધુ સરકારી પોલિટેકનિકો જે રાજયોમાં ફાળવાયા છે. તેમાં ઉત્તર પ્રદેશમાં ૪૧ અને બિહારમાં ૩૪ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.