Abtak Media Google News

અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો

Akshar Patel

Advertisement

ક્રિકેટ ન્યૂઝ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લુરૂમાં પાંચ મેચની ટી20 સીરિઝની અંતિમ મેચ રમાઈ હતી, જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવી સીરિઝ 4-1થી જીતી હતી. ભારતેદબાણમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને અંતે મેચ જીતી લીધી હતી. મુકેશ કુમાર, અર્શદિપ, રવિ, આવેશ અને અક્ષર પટેલે ભારતે જીત અપાવી હતી.

વર્લ્ડ કપ બાદ પહેલી સીરિઝ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ હતી. આ પાંચ મેચની ટી20 સીરિઝમમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1 થી હરાવ્યું હતું અને વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. આ સીરિઝમાં ભારતના રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર અને અક્ષર પટેલે ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ અને બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી, ત્યારબાદ સ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં પુનરાગમન કર્યું હતું. ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ સ્પિનરોના આધારે શ્રેણી જીતી હતી. બોલરોએ પોતાની તાકાત બતાવી હતી અને તેમના દમ પર જ ભારતે આ સીરિઝ પર કબજો કર્યો હતો.

યુવા ખેલાડીઓના જોશથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝની શરૂઆત જે રીતે દમદાર જીતથી કરી હતી તેવી જ રીતે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પાંચમી અને છેલ્લી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પોતાના બોલરોના દમ પર નાના સ્કોરનો બચાવ કર્યો અને ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત કેપ્ટનશીપ કરતા સીરિઝ જીતી હતી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલી અંતિમ મેચમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઘણા રન થશે, જેમ કે આ મેદાન પર હંમેશા એવું રહ્યું છે. જો કે, ચિન્નાસ્વામીની પીચે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ઓછા સ્કોર સાથેની રોમાંચક મેચ જોવા મળી હતી.

સતત ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સતત બીજી મેચમાં તેના બેટ્સમેનોએ બોલરોની મહેનતને બગાડી નાખી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સીરિઝમાં ભારતના સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. રવિએ સીરિઝમાં 9 વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પેટેલે અંતિમ મેચમાં 31 રન ફટકારવાની સાથે 4 ઓવરમાં માત્ર 14 રન આપી એક વિકેટ પણ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.