Abtak Media Google News

ચક્રવાતના ખતરાને ધ્યાનમાં રાખીને 118 ટ્રેનો રદ કરાઈ આશરે પાંચ હજાર જેટલાં રેસ્ક્યુ કેમ્પ ઉભા કરાયા

ચક્રવાત ‘મિચોંગ’ તબાહી મચાવશે, ભારે વરસાદની આગાહી, 118 ટ્રેનો રદ ભારતના દરિયાકાંઠે ફરી ચક્રવાતનો ખતરો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. આ લો પ્રેશર વિસ્તાર ચક્રવાતમાં ફેરવાઈ ગયો છે. ચક્રવાત મિચોંગ હવે 5 ડિસેમ્બર, મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.

Advertisement

આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાત હાલમાં પુડુચેરીથી 250 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ચેન્નાઈથી 230 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, નેલ્લોરથી 350 કિમી દક્ષિણપૂર્વમાં છે. આ ચક્રવાત મહારાષ્ટ્રને અસર કરશે.

3 ડિસેમ્બરે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત ‘મિચોંગ’ સર્જાયો છે. ચક્રવાતને કારણે 100 થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં એનડીઆરએફની 21 ટીમો હાજર કરવામાં આવી છે. તેમજ વધારાની આઠ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે.

ચક્રવાતના ખતરાને ધ્યાનમાં રાખીને 118 ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમાં હાવડા-ચેન્નાઈ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, પુડુચેરી-હાવડા એક્સપ્રેસ, અલેપ્પી-ધનબાદ એક્સપ્રેસ, ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસ, ક્ધયાકુમારી-ડિબ્રુગઢ વિવેક એક્સપ્રેસ, ચેન્નાઈ-પુરી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં 4,967 રેસ્ક્યુ કેમ્પ બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં જાહેર રજા જાહેર કરી છે.

ચક્રવાત ‘મિચોંગ’ મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ લાવશે. હવામાન વિભાગે વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠાવાડા, કોંકણમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં વિવિધ સ્થળોએ કમોસમી વરસાદ ચાલુ છે. હવે ફરી વરસાદની આગાહીના પગલે ખેડૂતો સામે સંકટ ઉભુ થયું છે. આ દરમિયાન રાજ્ય સરકારે અગાઉ થયેલા નુકસાનનો પંચનામું કરવાનો આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.