Abtak Media Google News

૧૧ રાજયો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશની ૯૫ બેઠકો   પર બે વાગ્યા સુધીમાં ઉત્સાહપૂર્વક મતદાન બિહારમાં ૪૨%, તામિલનાડુમાં ૩૯.૪૯%, અસમમાં ૪૬.૪૨%,  છત્તીસગઢમાં ૪૩.૭%, જમ્મુ કાશ્મીરમાં ૩૮.૬%, કર્ણાટકમાં ૩૬.૫૧%, હારાષ્ટ્રમાં ૩૫.૪%,મણીપૂરમાં ૪૯.૭%, ઓરીસ્સામાં ૨૮%, ઉત્તરપ્રદેશમાં ૩૮.૭%, પ.બંગાળમાં ૩૩.૫૨%, પુડુચેરીમાં ૩૭% મતદાન નોંધાયું

વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. સાત તબકકામાં યોજાનારી આ ચૂંટણી માટે આજે બીજા તબકકાનું મતદાન ચાલી રહ્યું છે. ૧૧ રાજયો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશમાંની ૯૫ બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. ભર ઉનાળે પડી રહેલી ગરમી અને તાપ વચ્ચે થઈ રહેલાઆ મતદાનના પ્રારંભથી મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. અને મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે નીકળી પડયા હતા. જેથી બે વાગ્યા સુધીમાં નોંધનીય પ્રમાણમાં મતદાન થવા પામ્યું હતુ.

Advertisement

ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રારંભ થયાના બે વાગ્યા સુધીમાં  થયેલા મતદાનના પ્રસિધ્ધ કરેલા આંકડાઓ મુજબ બિહારની પાંચ બેઠકો પર ૪૨ ટકા મતદાન તમિલનાડુની ૩૮ બેઠકો પર ૩૯.૪૯ ટકા, અસમની પાંચ બેઠકો પર ૪૬.૪૨ ટકા, છતીસગઢની ત્રણ બેંકો પર ૪૩.૭ ટકા, જમ્મુ કાશ્મીરની બે બેઠકો પર ૨૯.૬ ટકા, કર્ણાટકની ૧૪ બેઠકો પર ૩૬.૫૧ ટકા, મહારાષ્ટ્રની ૧૦ બેઠકો પર ૩૫.૪ ટકા, મણિપૂરની એક બેઠક પર ૪૯.૭ ટકા, ઓડીસાની પાંચ બેઠકો પર ૨૮ ટકા, ઉત્તરપ્રદેશની આઠ બેઠકો પર ૩૮.૭ ટકા, પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો પર ૩૩.૫૨ ટકા, પુડુચેરીની બેઠક પર ૩૭ ટકા મતદાન થવા પામ્યું હતુ. મતદાન દરમ્યાન દેશભરમાં અનેક મતદાન મથકો પર ઈવીએમ મશીનોમાં ક્ષતિઓ સર્જાય હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

દેશમાં સાત તબકકામાં યોજાનારી લોકસભાની ચૂંટણીનાબીજા તબકકા માટે આજે સવારે ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. ૧૧ રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની ૯૫ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના નિર્ધારીત કાર્યક્રમ મુજબ બીજા તબકકામાં ૯૭ બેઠકો પર આજે મતદાન થવાનું હતુ. પરંતુ તમિલનાડુની વેલ્લોર બેઠક અને ત્રિપુરા પૂર્વની બેઠક પર ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. જેથી આજે આ બે બેઠકોને બાદ કરતા ૯૫ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજનાં મતદાનમાં ૧૫.૮ કરોડ મતદારો ૧૬૩૫ ઉમેદવારોનું ભાવી નકકી કરી રહ્યા છે.આજે જે ૯૫ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં તમિલનાડુની ૩૯માંથી ૩૮ લોકસભા બેઠકો અને ૧૮ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

તમિલનાડુ ઉપરાંત કર્ણાટકની ૧૪ બેઠકો, મહારાષ્ટ્રની ૧૦ બેઠકો, ઉત્તરપ્રદેશની ૮ બેઠકો આસામ, બિહાર અને ઓડિસાની પાંચ પાંચ બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ ત્રણ બેઠકો, જમ્મુ કાશ્મીરની બે બેઠકો, મણીપુર અને કેન્દ્ર શાસીત પ્રદેશ પુડડુચેટીની એક એક બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભાનીઆ ચૂંટણી સાથે ઓડીસા વિધાનસભાની ૩૫ બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ રહી છે. આજે જે રાષ્ટ્રીય નેતાઓનું ભાવી ઘડાય રહ્યું છે તેમાં અભિનેત્રી હેમામાલીની ઉત્તરપ્રદેશના મથુરાથી ભાજપની ટીકીટ પર, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગોવડા, કર્ણાટકની ધુમકુર બેઠક પર જેડીએસની ટીકીય પર, પૂર્વ ગૃહમંત્રી સુશિલકુમાર શિંદે મહારાષ્ટ્રની સોલાપુર બેઠક પર અભિનેતા અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજબબ્બર ફતેહપૂર સીક્રી બેઠક પર ભાજપના યુવા નેતા તેજસ્વી સૂર્યા બેંગ્લુરૂ દક્ષિણ બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબદુલ્લા શ્રીનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ જમ્મુ બેઠક પરથી પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. આ પહેલા પ્રથમ ચરણ માટે ૧૧મી એપ્રીલે લોકસભાની ૯૧ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.