Abtak Media Google News

મોડી રાત્રે મોજ ડેમના 6 દરવાજા 3 ફુટ તેમજ વેણુના 3 દરવાજા બે ફુટ ખોલાયા

અબતક, કીરીટ રાણપરીયા, ઉપલેટા

શહેરમાં ત્રણ દિવસ થયા સતત બફારા બાદ ગઇ સાંજે મેઘરાજા એ દે ધનાધન વરસવાનું ચાલુ કરતાં આખી રાત્રી દરમ્યાન બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો શહેરને પાણી પુરુ પાડતા બન્ને ડેમોના પાટીયા ખોલવામાં આવ્યા હતા.

ગઇ સાંજે વિજળીના કડકા ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજા મંડાતા આખી રાત્રી દરમ્યાન બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગામ વિસતારમાં પણ વરસાદ વરસી ગયાના સમાચાર પ્રાપ્ત થયા હતા. સીઝનનો કુલ 28 ઇંચ જેટલો વરસાદ પડયો છે. શહેરને પીવાનું પાણી પુરુ પાડતા બન્ને ડેમો રાત્રી દરમ્યાન દરવાજો ખોલ્યા હતા જેમાં મોજ ડેમના 6 દરવાજા 3 ફુટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને ચેતવણી અપાઇ હતી જયારે વેણુ ડેમના ત્રણદરવાજા બે ફુટ ખોલાયા હતા. બન્ને ડેમના દરવાજા ખુલતા નદીમા ઘોડાપુરો આવ્યા હતા. આ લખાય છે ત્યારે મોજ ડેમના દરવાજા સવારે 10 કલાકે બે દરવાજા એક એક ફુટ ખુલ્લા છે તેમ ડેમ સાઇટના અધિકારી પાવન જાવીયાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.