Abtak Media Google News
  • રાજકોટ જિલ્લાની ભૂમિ પવિત્ર છે, ગધેથડ આશ્રમના સંત શ્રી લાલબાપુ ભૌતિક સાધનોથી દુર રહી કરે છે ગાયત્રી માતાની ઉપાસના

રાજકોટના આંગણે ગત 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધિપતિ પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો  ઉમટી પડયા હતા. સનાતન ધર્મની રક્ષા કાજે આ દિવ્ય દરબારમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. સૌરાષ્ટ્રના  જગવિખ્યાત તીર્થસ્થાન એવા ગધેથડ આશ્રમના મહંત પૂ. લાલબાપુની દિવ્ય સાધનાની પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ સરાહના કરી હતી.

Advertisement

Screenshot 15

રાજકોટ ખાતે  બાગેશ્વરબાબાના દિવ્ય દરબારના બીજા દિવસે  રાત્રે 11 વાગ્યે બાગેશ્વર બાબા ગાયત્રી આશ્રમ ગધેથડના પૂ.લાલબાપુની સાધના વિશે બોલ્યા હતા  કે રાજકોટ જિલ્લાની  પવિત્ર ભૂમિ  વિશે જાણવા મળે છે  કે  અહીંયા ગાયત્રી  આશ્રમ ગધેથડમા  બિરાજમાન સંત શ્રી લાલબાપુ છે જે ગાયત્રી માતાના સિદ્ધ ઉપાસક છે 44 વર્ષથી પૂ.લાલબાપુ ભૌતિક સાધનો થી દુર છે અને સાધનાથી સંપન્ન છે એવા સિદ્ધ પુરુષ આ વિસ્તારમા રહે છે  તેથી આ સંત મહાત્માને  ધન્ય છે  અને ધન્ય છે આ ભૂમીને.  રાજકોટ બાઘેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમ સફળ થયો તેમ  જણાવવામાં આવ્યુ  હતુ. આ ઉપરાંત દિવ્ય દરબારમા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાના ભાણીબા ભુણાવા ગામના દીકરીબા આઘ્યાબા જાડેજા એ કહ્યું હતુ કે મારા ગુરુદેવ શ્રી લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેથડમા પચાસ વર્ષો થયા તપસ્યા કરે છે અને તેમના ચરણોમા વંદન કરુ  છુ અને ગુરુદેવ પૂ. લાલબાપુના અમારા ઉપર આશીર્વાદ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.