Abtak Media Google News

 

અબતક, ભૌમિક તળપદા,પડધરી

પડધરી તાલુકા માં આવેલ આજી-3 ડેમ માં વરસાદે વિદાય લીધા બાદ પણ  ડેમ ના પાટીયા માથી હજી પાણી વહી રહયું છે. જાણે વહેતી નદી હોય તેમ પાણી નદી મા વહી રહ્યું છે છતા કોઇ અધિકાર દ્વારા આ પાણી રોકવામાં આવતુ નથી.  આજી -3 ડેમ ના અધિકારી  સોરઠીયા  સાથે વાત ચીત કરતા જણાવ્યું કે અમે ઉપર  લખી ને આપી દીધું છે અમે કાઈ ન કરી શકી. આ ડેમના પાણી ના હિસાબે પડધરી તાલુકાના ઘણા ગામો નો વાડી વિસ્તાર લાગુ પડતો હોવાથી ખેડૂતોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. જો આમને આમ સતત પાટીયા માંથી પાણી વહેતું રહે તો ડેમ ની સપાટી તળીયે પહોંચતા કંઇ વાર નહિં લાગે અને આજુબાજુના વિસ્તાર સૂકા રહી જશે. ખેડૂતોની માગણી છે કે તુરંત જ આજી- 3 ડેમના પાટિયા રીપેરીંગ કરી પાણીના વહેતા પ્રવાહ ને બંધ કરાવે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.