Abtak Media Google News

ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રદૂષણની સમસ્યા યથાવત છે. આજે દેશમાં પ્રદૂષણની સમસ્યાએ વિકરાળ રૂપ લીધું છે તેમાં બાયોમેડિકલ વેસ્ટનો પણ ફાળો છે. હાલ કોરોના મહામારીના અંતર્ગત બાયોમેડિકલ વેસ્ટથી લોકોને ખતરો છે. એ કચરાનો નિકાલ ક્યાં અને કઈ જગ્યાએ કરવો અને જે જગ્યાએ તેનો નિકાલ કર્યો છે ત્યાં તો કોઈને નુકસાન પહોંચે તેમ નથી તેની પણ સતર્કતા રાખવી પડે છે. બાયમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧6ની જોગવાઈઓ મુજબ કોવિડને લગતા બાયોમેડિકલ કચરાનો નિકાલ વૈજ્ઞાનિક રીતે કરવો જોઈએ. તો જાણીએ ભારતના ક્યાં રાજયમાં કેટલો ટન બાયો મેડિકલ વેસ્ટ ઉત્પન્ન થાય છે અને ક્યાં રાજ્યમાં કેટલી સુવિધાઓ મળે છે:

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના અંદાજ મુજબ દેશમાં કોવિડ 19 સંબંધિત બાયોમેડિકલ વેસ્ટ માર્ચ મહિનામાં દરરોજ 75 ટનથી વધીને 203 ટન થઈ ગયું છે.માર્ચમાં સરેરાશ વેસ્ટ 75 ટન હતો જે એપ્રિલમાં વધીને દરરોજ 139 ટન થઈ ગઈ છે. 10 મે સુધી, સંબંધિત આંકડો દિવસમાં 203 ટન હતો. CPCB ના અંદાજ મુજબ “દરરોજ આશરે 250 ટન જેટલો બાયોમેડિકલ વેસ્ટ ભારતમાથી કાઢવામાં આવતો હતો.

દર્દીઓની સંખ્યામાં વધારો હોવા છતાં, કચરાના યોગ્ય વિભાજનને કારણે ઉત્પન્ન થયેલ COVID- સંબંધિત બાયોમેડિકલ કચરાના જથ્થામાં પ્રમાણસર વૃદ્ધિ થઈ નથી. ગયા વર્ષથી વિપરીત, દેશભરની કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ સુવિધાઓની પ્રતિક્રિયા અનુસાર હોસ્પિટલો અને આઇસોલેશન વોર્ડ ખાદ્ય કચરાને કોવિડ વેસ્ટ સાથે ભેળવતા નથી.

મે મહિનામાં દરરોજ સરેરાશ કુલ 203 ટન બાયો-વેસ્ટમાથી , કેરળમાં દિવસનો સરેરાશ 23.71 ટન, ગુજરાતમાં રોજનું ઉત્પાદન 21.98 ટન ત્યારબાદ મહારાષ્ટ્ર (દિવસના 19.02 ટન) અને દિલ્હી (દિવસમાં 18.79 ટન) છે.

જે રાજ્યોમાં COVID ને લગતા બાયોમેડિકલ કચરોની દરરોજ પાંચ ટનથી વધુ છે તેમાં આંધ્ર પ્રદેશ (9.99) હરિયાણા (13.11); કર્ણાટક (16.91); મધ્યપ્રદેશ (7.32); ઓડિશા (6.65); તમિલનાડુ (13.57); ઉત્તર પ્રદેશ (15.91); અને પશ્ચિમ બંગાળ (72.72૨) વગેરેનો સમાવેશ કરે છે;રાજ્યોમાં લગભગ 198 સામાન્ય બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ સુવિધાઓ દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આવી સુવિધાઓ સૌથી વધુ છે (29) ત્યારબાદ કર્ણાટક (26) અને ગુજરાત (20) છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.