Abtak Media Google News

બાબર આઝમ બાદ આઘા સલમાને પણ સદી ફટકારી

કરાંચી ખાતે રમાઇ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 438 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. ન્યૂઝીલેન્ડની ટીમે વિના વિકેટે પાંચ રન બનાવી લીધાં છે.

પાકિસ્તાનની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુકાની બાબર આઝમની મદદથી પાકિસ્તાને પ્રથમ દિવસે પાંચ વિકેટના ભોગે 337 રન બનાવી લીધા હતાં. ગઇકાલે 161 રન પર અણનમ રહેલો બાબર આઝમ આજે પોતાના વ્યક્તિગત સ્કોરમાં એકપણ રનનો ઉમેરો કરી શક્યો ન હતો. તેની સાથે ગઇકાલે ત્રણ રને અણનમ રહેલા આઘા સલમાને આકર્ષક સદી ફટકારી હતી. પાકિસ્તાનની પૂરી ટીમ 130.5 ઓવરમાં 438 રને ઓલ આઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડવતી ટીમ સાઉથીએ 3 વિકેટ જ્યારે એઝાઝ પટેલે, મિચેલ બ્રેસ્વેલ અને સોઢીએ બબ્બે વિકેટો ખેડવી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમે વિના વિકેટે પાંચ રન બનાવી લીધાં છે. પાકિસ્તાન માટે ઘરઆંગણે રમાઇ રહેલી આ શ્રેણી ખૂબ મહત્વનું મનાઇ રહી છે. કારણ કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનો 3-0થી કારમો પરાજય થયો છે.

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પહેલા, પાકિસ્તાનને ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બાબર આઝમ ટીકાકારોના નિશાના પર હતા. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની વાત કરીએ તો વાઇસ કેપ્ટન મોહમ્મદ રિઝવાનને પ્લેઇંગ-11માં જગ્યા મળી નથી. સરફરાઝ અહેમદને વિકેટકીપર તરીકે તક મળી હતી. તે લગભગ 4 વર્ષ બાદ ટેસ્ટ રમી રહ્યો છે. તે પાકિસ્તાન ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. બાબર 105 અને સરફરાઝ 35 રન બનાવીને રમી રહ્યો છે.

નાપાક હરકતોથી બહાર આવતું પાક ?

સરકાર મંજૂરી આપશે તો વિશ્વ કપ રમવા પાકિસ્તાન ભારત આવશે : નઝામ શેઠિ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના રમીઝ રાજાને પદ ઉપરથી ઉતાર્યા બાદ નજામ શેઠીને ક્રિકેટ બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે નવા ચેરમેને જણાવ્યું છે કે જો એશિયા કપ રમવા ભારતની ટીમ પાકિસ્તાન આવશે તો આગામી વર્ષે યોજનાના ભારતમાં વિશ્વ કપ માટે પાકિસ્તાનની ટીમ ભાગ લેશે ત્યારે પાકિસ્તાન જાણે નાપાક હરકતોથી બહાર આવતું હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. હાલ પાકિસ્તાની ટીમ ભારત સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવા માંગે છે અને માટે ક્રિકેટ એકમાત્ર એવો રસ્તો છે જે બંને દેશોને નજીક લાવવામાં ઉપયોગી સાબિત થશે. ત્યારે નવા ચેરમેને વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સ્થાન સરકાર નક્કી કરશે કે ભારત ખાતે રમવા જશે કે કેમ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.