Abtak Media Google News

પાંચ સિરામીક યુનિટો અને ચાર ટ્રેડિંગ પેઢીઓ ઉપર તવાય બોલાવાય

આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ અને અમદાવાદની ટીમો જોડાઈ.: મોટા પ્રમાણમાં કર ચોરી બહાર આવવાની શક્યતા

આવકવેરા વિભાગ બાદ હવે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી પણ ઉતરોતર તવાય બોલાવી રહ્યું છે અને વિવિધ ઔદ્યોગિક યુનિટો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરે છે ત્યારે આજે મોરબી ખાતે જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હોવાનું પણ ખુલ્યું છે જેમાં પાંચ સિરામિક યુનિટો અને ચાર પેઢીઓ ઉપર સરચ ઓપરેશન હાથ ધરાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અસર ઓપરેશનમાં રાજકોટ અને અમદાવાદની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આસર ચોપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

મોરબી સીરામીક ઉદ્યોગને નિશાન ઉપર લઈ હાલમાં હાઇવે ઉપર જીએસટી અને સી જીએસટીની મોબાઈલ સ્ક્વોડ દ્વારા તપાસ તેજ બનાવાઈ છે . રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગ દ્વારા મોરબીના સિરામિક તેમજ અન્ય પેઢીઓમાં દરોડાની કાર્યવાહી કરવામ આવી રહી છે જેમાં તાજેતરમાં વધુ ચાર પેઢી અને 5 સીરામીક યુનિટો ઉપર  દરોડા કરવામાં આવ્યા છે જેમાંથી હિસાબી સાહિત્ય સહિતનું રેકર્ડ જપ્ત કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે. આમ પાસેથી મોટી કચોરી પકડાઈ તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે અને આ દરેક ઉપર આંકડા પગલાં પણ લેવામાં આવશે તો નવાઈ નહીં.

ઘણા સમયથી સરકાર કરચોરી કરતા વેપારીઓને પેઢીઓ ને હાલ નજરે લઈ તેમના ઉપર આખરી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ પર ફરી જીએસટી ઇન્ટેલિજન્સના દરોડા પડતા સિરામિક યુનિટોમાં ફફડાટ મચી ગયો છે ત્યારે આ તપાસ આગામી કેટલા દિવસ ચાલે તેનો કોઈ સંદેશો કે અંદાજો નથી પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી અને બોગસ બીલો સામે આવશે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.