Abtak Media Google News

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો પાછા હટી ગયા બાદ તાલીબાનોનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. એકમાત્ર ભારતના રાજદ્વારી પ્રયાસોના કારણે તાલીબાનોની આગેકુચ અટકી છે પરંતુ પાકિસ્તાન તો પાણીમાં બેસી ગયું હોય તેવું દેખાય છે. હજુ તાલીબાનોએ કાબુલનો કબજો લીધો નથી. તેની પહેલા પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને હાથ ઉંચા કરી દીધા છે. પાકિસ્તાનની બીકનો સંકેત આપતા તેના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીએ ગઈકાલે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતા પ્રસરી વળે તેવી શકયતા છે. જો તાલીબાનો કાબુલ સહિત આખા દેશનો કબજો લઈ લેશે તો પાકિસ્તાન તેની સરહદના દરવાજા બંધ કરી દેશે.

કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં 35 લાખ અફઘાન શરણાર્થીઓ પહેલેથી આશરો લઈ રહ્યાં છે. હવે વધુ કોઈ અફઘાનિઓને સ્વીકારવાની પાકિસ્તાનની તૈયારી નથી. અમે હવે વધુ કોઈ લોકોને આવકારવાની સ્થિતિમાં નથી એટલે અમારા હીત ખાતર સરહદો બંધ કરવા સીવાય કોઈ છુટકો નથી. અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવાની વાતો કરતું પાકિસ્તાન ખુદ તેની જ ધરતી પર સંગઠન મજબૂત બનાવી રહેલા તાલીબાનો સામે પગલા લેવામાં નિષ્ફળ રહ્યું છે. એટલે વિદેશ મંત્રી કુરેશીની વાતો સ્પષ્ટપણે બે મોઢાની પુરવાર થઈ રહી છે.

તાજેતરમાં તાલીબાનોએ દક્ષિણ અને ઉત્તર અફઘાનિસ્તાનના ઘણા બધા જિલ્લાઓ કબજે કરી લીધા છે. એટલે ત્યાંથી ડરીને ફરી એકવખત અફઘાનિઓની હિજરત શરૂ થઈ જવાની સંભાવના છે. એટલે પાકિસ્તાને અત્યારથી હાથ ઉંચા લઈ લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.