Abtak Media Google News

ખાલીસ્તાનના વિવાદીત નેતા ગોપાલસિંહ ચાવલાના  હાફિઝ સૈયદ સાથે ખુબ જ નજીકના સંબંધ હોવાનું તારણ

ભારત-પાક વચ્ચે પુલવામાં આતંકવાદી હુમલા બાદ ઉભા થયેલા તનાવની પરિસ્થિતિ દરમ્યાન સર્જીકલ સ્ટ્રાઇક મસુદ અઝહર સામે કાયમી પ્રતિબંધની દરખાસ્ત અને પાકિસ્તાનને મોસ્ટ ફોરરેટનેશનના દરજજામાંથી પડતા મુકવા જેવા પગલાઓ વચ્ચે પાકિસ્તાનને કરતારપુરમાં ખાલીસ્તાનમાં બ્રેરગ્રાઉન્ડ ધરાવતા ગોપાલસિંહ ચાવલાની નિમણુંક કરીને વધુ એક વાર નાપાક ભારત વિરોધી મનોવૃત્તિનું પ્રદર્શન કર્યુ છે.

Advertisement

ભારત-પાક વચ્ચે સંબંધો ધનિષ્ઠ બનાવની આશા બનનારા કરતારપુર કોરીડોરથી ભારતના શીખ શ્રઘ્ઘાળુઓ પાકિસ્તાનમાં આવેલા પૌરાણીક કરતાર પુર ગુરુદ્વારાની વિના વિધ્ને દર્શન થાય તે માટે માર્ગ મોકળો થવા જઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાને સમીતીમાં ખાલીસ્તાન નેતા ની નિમણુંક કરી વિવાદ સર્જયો છે.

ગુરુનાનક દેવની ૫૫૦મી વર્ષની જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત પાકિસ્તાનમાં આવેલા પૌરાણીક કરતારપુર ધર્મસ્થળના દર્શન માટેની વ્યવસ્થા ની પાકિસ્તાન દ્વારા ભારતીય સંકલન માટે બનાવવામાં આવેલી દસ સભ્યોની સમીતીમાં ખાલીસ્તાનની નેતા અને અનેકવાર વિવાદમાં  આવેલા ગોપાલસિંહ ચાવલા કે જે હાફિઝ સૈયદ સાથે ખુબ નિકટ હોવાનું માનવામાં આવે છે. તેને પાકિસ્તાન શીખ ગુરુ દ્વારા પ્રબંધક કમીટીમાં નિમણુંક આપી છે.

પાકિસ્તાન સાંસ્કૃતિક અને માહીતી પ્રસારણ મંત્રી ચૌધરી ફૈયાઝ હુસૈને જણાવ્યું હતું કે કરતારપુર કોટીડોરમાં પ્રોજેકટમા દશ સભ્યોની સમીતી મુલાકાતીઓની આગતા સ્વાગતા અને ગુરુદ્વારાની વ્યવસ્થાની મહત્વની જવાબદારી સંભાળશે. ગોપાલસિંહ ચાવલા આ સમીટીમાં મુખ્ય સચિવ તરીકે નિમણુંક પામ્યા છે. તેમણે જ પંજાબ શીખ સંગતની રચના કરી છે. અને પાકિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારાઓની માહીતી માટેના પુસ્તકોનું પ્રકાશન અને વ્યવસ્થા માં સારુ યોગદાન આપી રહ્યા છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ગયા વર્ષે જ ભારતના શીખ યાત્રાળુઓ માટે કરતારપુર કોરીડોરની યોજનામાં ભારતને સહકાર આપવાની જાહેરાત કરી હતી ત્યારે તેવી આશા ઉી થઇ હતી કે હવે પાકિસ્તાન ભારત માટે એક સારો પડોશી બનવા તરફ આગળ વધશે પરંતુ દરેક વખતની જેમ જયારે જયારે બન્ને દેશો વચ્ચે સારા સંબંધની આશા ઉભી થાય ત્યારે પાકિસ્તાન તેની પીઠ પાછળ ઘા કરવાની કૂટેવ અપનાવ્યા વગર રહેતો નથી.

પૂર્વ વડાપ્રધાન વાજપાઇએ લાહોર બસ સેવા શરુ કરી તે દરમિયાન પાકિસ્તાને કારગીલનું ઉબાવ્યું કર્યુ હતું. નરેન્દ્ર મોદીએ ભારત-પાક સંબંધ સુધારવા ઇમરાનખાનને આગળ આવવા અનુરોધ કર્યો ત્યારે પુલવામાં કાંડ સર્જાર્યુ અને કરતારપુર કોરડોરને લઇને બન્ને દેશો નજીક આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાને ખાલીસ્તાની નેતાને એકસપોઝ કરવાની ઉબાળ્યું મુકી કુતરાની વાંકી પુંછડી કયારેય સીધી ન થાય તેવું કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.