Abtak Media Google News

અલનીનોની અસર નહીંવત્ રહેવાની સંભાવના હોય દેશભરમાં ચોમાસા દરમિયાન શ્રીકાર વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

વિશ્વનું સૌથી મોટુ ત્રીજા નંબરનું અર્થતંત્ર ધરાવતું ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારત દેશની સમગ્ર અર્થતંત્ર કૃષિ આધારિત હોય દેશવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે. લોકસભાની ચૂંટણીના ચોંકાવનારા આક્ષેપો, પ્રતિ આક્ષેપોના માહોલ વચ્ચે દેશવાસીઓ માટે આનંદના સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. હવામાન ખાતાએ કરેલી ચોમાસાની પ્રથમ આગાહીમાં આ વર્ષે અલ નીનોની સંભાવના નહિવત હોય સમગ્ર દેશભરમાં ચોમાસુ ટનાટન રહેવાનો વર્તારો આપ્યો છે. ચોમાસુ આ વર્ષે તેના નિયત સમયે ૧લી જૂનથી કેરળમાં પ્રવેશે અને સપ્ટેમ્બર સુધી દેશભરમાં વરસશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે.

Advertisement

વાર્ષિક ૧૮૨ લાખ કરોડ રૂ.ના મનાતુ ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત હોય તેના પર ચોમાસાની સીધી અસર થાય છે. દેશના ૨૬ કરોડ ખેડુતો ચોખા, શેરડી, મકાઈ, કપાસ, સોયાબીન, મગફળી, જેવા પાકની રોપણી કરવા માટે ચોમાસાના વરસાદની રાહ જોવે છે. કારણ કે આજે પણ દેશની ખેતીલાયક કુલ જમીનમાંથી અડધી જમીન પર સિંચાઈ માટેની કોઈ જ વ્યવસ્થા નથી જેથી, દેશના અડધા ઉપરાંત ખેડુતો ખેતી માટે ચોમાસામાં પડતા વરસાદ પર આધારીત છે. જો કે ખેડુતો દ્વારા થતુ ઉત્પાદન ભારતીય અર્થતંત્રનાં ૧૪ ટકા કરતા પણ ઓછુ છે. પરંતુ આ વ્યવસાય અને તેના આધારિત અન્ય વ્યવસાય સાથે દેશની ૧.૩ અરબની વસ્તીના ૫૦ ટકા લોકો જોડાયેલા છે. જેથી ભારતમાં ચોમાસામાં પડતા વરસાદની ટકાવારી હંમેશા મહત્વની રહી છે.

ભારત હવામાન શાસ્ત્ર વિભાગના ટોચના અધિકારી કે.જે. રમેશે દેશના ચોમાસાની પ્રથમ આગાહી કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે દેશભરમાં અલનીનોની અસર નહિવત રહેવાની સંભાવના હોય દેશભરમાં ચોમાસા દરમ્યાન સર્વત્ર શ્રીકાર વરસાદ થશે. ચોમાસુ તેના નિયત સમયે ૧ જૂને કેરળમાં પ્રવેશશે અને સપ્ટેમ્બર સુધી દેશભરમાં વરસશે જેથી આ વર્ષે દેશભરમાં સર્વત્ર સારૂ ચોમાસુ રહેવાની સંભાવના છે.

અલનીનોની અસર થવાની સંભાવના ખૂબ ઓછી છે. પરંતુ તેની અસર પર આગાહી કરવી શકય નથી જેથી, સારા વરસાદની આગાહીમાં અલનીનોની કેટલી અસર કરશે તે કહેવું શકય નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટીએ આ વર્ષે ચોમાસામાં અલ-નીનોની અસર નહિવત રહેશે સારા વરસાદના કારણે કૃષિ આધારિત આપણા અર્થતંત્રને વધુ વેગ મળવાની સંભાવના છે.

જેથી, ખાધ પદાર્થોના ભાવો ઘટાડવાની સાથે એકંદરે ફુગાવો પણ ઘટશે. જેની, રીઝર્વ બેંક ને તેના વ્યાજદર ઘટાડવા માટે દબાણ આવવાની શકયતા ઉભી થશે. પરંતુ સારા વરસાદની વિપુલ પાક થવાના કારણે તેના ભાવો ઘટવાની સંભાવના ખેડુતો માટે મુશ્કેલી ઉભી કરે તેવી શકયતા છે. કારણ કે દેશભરનાં ખેડુતો છેલ્લા બે વર્ષથી પોતાના પાકોના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી ખેડુતોને મદદ કરવા કેન્દ્ર અને રાજય સરકારોએ ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવી પડે છે. જેનાથી રાજય અને દેશના અર્થતંત્ર પર વધારાનો આર્થિક ભાર આવે છે.

પ્રશાંત મહાસાગરની દરિયાઈ સપાટી પર વધતા ઉષ્ણતામાન કારણે અલનીનો મજબુત બને છે. મજબુત અલનીનો ઓસ્ટ્રેલીયા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારત માટે ભારે દુષ્કાળનું કારણ બની કે છે. જયારે યુએસ મિડવેસ્ટ અને બ્રાઝીલ જેવા વિશ્વન્ય દેશોમાં પડતા વરસાદમાં ખલેલ પહોચાડી શકે છે. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫માં ઉદભવેલા મજબુત અલનીનોના કારણે પડેલા દુષ્કાળના કારણે દેશના લાખો ખેડુતોને ગરીબી તરફ દોરી ગયા હતા. જેમાના અનેક ખેડુતોએ આત્મહત્યા પણ કરી હતી.

ભારતીય હવામાન વિભાગ મુજબ જુથી શરૂ થતુ ચોમાસુ ચાર મહિનાની સીઝન માટે સરેરાશ ૫૦ વર્ષમાં ૯૬ ટકાથી ૧૦૪ ટકાની વચ્ચે રહેવા પામ્યો છે. જેથી, ૮૯ સે.મી. વરસાદને સરેરાશ વરસાદ ગણવામાં આવે છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં વરસાદ અનુક્રમે ૯૫ ટકા અને ૯૧ ટકા જેટલો રહ્યો હતો. હવામાન શાસ્ત્રીના મત મુજબ હિંદ મહાસાગરનું સકારાત્મક દીપોલ ૧૯૬૭-૧૯૭૭લ, ૧૯૯૭ અને ૨૦૦૬માં ભારતમાં સારો વરસાદ લાવવા માટે મોટી ભૂમિકા ભજવી હતી જોકે હવામાન ખાતુ ચાલુ એપ્રીલ માસના મધ્ય સુધીમાં ચોમાસાના વરસાદની સત્તાવાર આગાહી કરે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.