Abtak Media Google News

અત્યંત સસ્તા દરે મોતીયાના ઓપરેશન કરી લેન્સ નખાશે: આંખની મોંઘી સારવાર પંચનાથમાં બનશે સોંઘી

ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે બનતુ તમામ કરી છૂટવાની ખેવના ધરાવતું પંચનાથ ટ્રસ્ટ અને ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડ દ્વારા હવે હોસ્પિટલમાં આંખના ઓપરેશન માટે રાજકોટના જાણીતા ડોકટરોની નિમણુંક કરવામા આવી છે. આ બંને ડોકટરોની નિમણુંક થઈ જતા હવે દર્દીઓ ફઊલ ટાઈમ તેમની સેવાઓ લાભ લઈ શકશે. જાણીતા આઈ સ્પેશ્યાલીસ્ટ ડો. કલ્પેશ ખૂંટ અને ડો.મનિષા દેવાણીની પંચનાથ હોસ્પિટલમાં સેવા લેવામા આવશે. અને આબંને ડોકટરો હવે ફૂલટાઈમ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત આંખની સારવાર સુગમ બની રહે તે માટે ઓપરેશન થીયેટરમાં પણ અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત આંખના દર્દીઓ માટે ઓપીડી વિભાગ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય એ છેકે પંચનાથ હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશનમાં સૌથી સારા, આંતરરાષ્ટ્રીય કંપનીના લેન્સ મૂકી આપવામાં આવે છે અને એ પણ અત્યંત નજીવા દરે…

આ અંગે વિગતો આપતા પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે જણાવ્યું  હતુ કે છેલ્લા છ મહિનાથી આંખની હોસ્પિટલ અત્યંત સફળતાપૂર્વક ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૪૦૦૦ દર્દીઓની આંખ તપાસવામાં આવી છે. હોસ્પિટલમાં અધતન ઓપરેશન થિયેટર કાર્યરત છે જેમાં અનેક દર્દીનાં ૧૦૦ ટકા સફળતાપૂર્વક મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. જોકે આંખના દર્દીઓની સંખ્યામાં વધારો થતા તે વસ્તુને ધ્યાનમાં રાખી ફૂલટાઈમ ડોકટરની નિમણુંક કરવાનો વિચાર અમલી બનાવવામાં આવ્યો છે અને આ માટે ડો. કલ્પેશ ખૂંટ કે જેમણે અનેક સફળ સર્જરીઓ કરી છે. તેમને નિમણુંક આપવામા આવી છે.

ડો. કલ્પેશ ખૂંટ હવે પંચનાથ હોસ્પિટલમાં દરરોજ ૧૧ થી ૧ અને બપોરે ૩ થી ૭ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ડો. મનિષા દેવાણીને પણ પંચનાથ હોસ્પિટલમાં નિમણુંક આપવામાં આવી છે તેઓ અહી સવારે ૯ થી ૧૧ સેવા આપશે. અત્યાર સુધીની તબીબ ક્ષેત્રનાં વિવિધ પાંચ એવોર્ડ મેળવી ચુકેલા ડો. મનિષા દેવાણીએ જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજમાં ૨૨ વર્ષ સુધી સેવા આપી છે.

વધુમાં દેવાંગ માંકડે જણાવ્યું કે બંને ડોકટરોની નિમણુંક ઉપરાંત હોસ્પિટલનાં ઓપરેશન થીયેટરને વાતાનુકુલીત, બેકટેરીયા ફ્રી બનાવવામાં આવ્યું છે. ઓપરેશન થીયેટરની તમામ મશીનરી મનુભાઈ ધાંધા પરિવાર તરફથી અનુદાનમાં આપવામાં આવી છે. જયારે ફેંકો મશીન રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

અન્ય હોસ્પિટલો અને ટ્રસ્ટની સરખામણીએ પંચનાથ હોસ્પિટલમા સસ્તા ભાવે દર્દીને સારવાર કરવામાં આવે છે. અહી આંખ મોતીયાના ઓપરેશનમાં લેન્ચ જેવા કે ઈન્ડિયન ફોલ્ડેબલ લેન્સ, ફોરેન ફોલ્ડેબલ લેન્સ બેસાડી આપવામાં આવે છે.

આંખની હોસ્પિટલને સફળતા પૂર્વક ચલાવવામાં પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દેવાંગભાઈ માંકડ, તનસુખભાઈ ઓઝા, મહેન્દ્રસિંહ ગોહેલ, ડી.વી. મહેતા, મીતેશભાઈ વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.