Abtak Media Google News

તાલુકાના પ્રતાપગઢ ગામે છેલ્લા સાત વર્ષથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપિયાની ગ્રાન્ટ મળી નથી તો વિકાસ કેવી રીતે થાય સરપંચ અમીનાબેન શેરસીયા અને ઉપ સરપંચ જૈનુલભાઈ કડીવાર આપેલી અમારા પ્રતિનિધિઓ ને એક મુલાકાત તેમાં તેઓ જણાવે છે કે છેલ્લા બે વર્ષથી તેઓ સરપંચ પદ પર છે આજ દિવસ સુધી કોઇ ગ્રાન્ટ મળી નથી જેથી રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ પીવાના પાણી જે હાલ ટેન્કર દ્વારા મળે છે નર્મદાનું પાણી શિયાળામાં મળવું મુસીબત છે તો ઉનાળામાં આ ગામડા ની શું પરિસ્થિતિ હશે તે ચિંતક પ્રશ્નો ઉઠવા પામ્યો છે સરપંચ અમીનાબેન શેરસીયા એવું પણ જણાવે છે કે તેમના પતિ અબુજીભાઇ શેરસીયા આગલી ક્રમમાં સરપંચ તરીકે રહી ચૂક્યા છે તેને પણ પાંચ વર્ષ સુધી રજૂઆત કરી તેઓને પણ ગ્રાન્ટ મળેલ નથી જેથી વિકાસના કામો અટકી પડ્યા છે આજની તારીખે વાંકાનેરના પ્રતાપ ગઢ ગામ પંચાયતની ઓફિસ ક્યારે પડે તે નક્કી નથી કારણકે કે ઓફિસમાં ચારેકોર તિરાડો પડી ગઈ છે જે ખરેખર જોખમી છે તે ઓફિસની આજુબાજુ માં ખંડેર પરિસ્થિતિ થઈ ગઈ છે જે તસવીરમાં દેખાય છે વાંકાનેર તાલુકા નું ગામ ના લોકોને માત્ર મતબેંક સમજતા દરેક નેતાઓએ પરતાપ ગઢ ગામના વિકાસની કાળજી રાખવી જોઈએ તે આજના સમયની માંગણી છે આ ગામમાં આવેલા આઠ જેટલા વોર્ડ છે જેમાં રોડ રસ્તા લાઈટ તેમજ અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ બાકી રહ્યું છે ત્યારે આ પ્રતાપ ગઢ ગામના મતદાર પ્રજાજનો ચૂંટણીનો બહિષ્કાર કરે ૨૦૧૯માં તો નવાઈ નહિ કારણકે આજ દિવસ સુધી વિકાસની વાતો કરનારા નેતાઓ  સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનારા આપણા નેતાઓ વાતો કરવાનું બંધ કરે અને વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ માં વિકાસની ઝલક બતાવે તો એ ઘણું કહેવાય છેલ્લા સાત વર્ષથી પ્રતાપ ગઢ ગામમાં પ્રજાલક્ષી કામો કરાયા નથી તેનું મુખ્ય કારણ એક જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારને ગ્રાન્ટ મળતી નથી જેથી ચૂંટાયેલા સભ્યો અને મહિલા સરપંચ અમીનાબેન શેરસીયા તેમજ ઉપ સરપંચ જૈનુલ ભાઈ કડીવાર અને માજી સરપંચ અબુજીભાઇ શેરસીયા દ્વારા આગામી ૨૦૧૯ ની ચુંટણીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો નવાઈ નહિ કારણકે ચૂંટણી ટાણે ઠાલા વચનો દીધા છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.