Abtak Media Google News

શહેરમાં ૩૫ ઈએસઆર-જીએસઆર છતાં માત્ર ૨૦ ઈએસઆર-જીએસઆર હેઠળના વિસ્તારોમાં શટડાઉન લેવાયું હોવાનો મ્યુનિ.કમિશનરનો દાવો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના ટાંકાની સફાઈ કામગીરી સબબ આજથી એક પખવાડીયું પાણી કાપોત્સવ શ‚ કરવામાં આવ્યો છે. આજે શહેરના ૬ વોર્ડમાં પાણી વિતરણ બંધ છે. આવતીકાલે ૪ વોર્ડમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે પત્રકારો સાથે વાતચીત દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ એવો દાવો કર્યો હતો કે, શહેરમાં કુલ ૩૫ પાણીના ટાંકાઓ પૈકી ૨૦ ટાંકા હેઠળના વિસ્તારમાં જ શટડાઉન લેવામાં આવ્યું છે. બાકીના ૧૫માં સફાઈ કામગીરી સાથે પાણી વિતરણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. તેઓએ એવી પણ કબુલાત કરી હતી કે ૩૫ પૈકી અનેક પાણીના ટાંકાઓ એવા છે જે છેલ્લા ૨૦-૨૦ વર્ષથી સાફ કરવામાં આવ્યા નથી.

Advertisement

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, જાહેર જનતાને આરોગ્યને ધ્યાનમાં રાખી અલગ-અલગ હેડ વર્કસ પર પાણીની ગુણવતા જળવાય રહે તે હેતુથી સ્ટોરેજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં કુલ ૩૫ પાણીના ટાંકાઓ આવેલા છે. જે પૈકી ૨૦ પાણીના ટાંકા હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ અલગ-અલગ દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના ૧૫ પાણીના ટાંકા હેઠળના વિસ્તારોમાં સફાઈ કામગીરી સાથે સાથે વિતરણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. ૩૫ પૈકી અનેક ઈએસઆર-જીએસઆર એવા છે કે તેની સફાઈ છેલ્લા ૨૦-૨૦ વર્ષથી હાથ ધરવામાં આવી નથી. છેલ્લા ત્રણેક વર્ષથી તો એક પણ ટાંકો સાફ કરવામાં આવ્યો નથી. એક તરફ મહાપાલિકા સ્વચ્છતા અભિયાન હાથધરી રહી છે તો બીજી તરફ ખુદ મ્યુનિસિપલ કમિશનરે આજે પત્રકારો સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે શહેરમાં પાણીના અનેક ટાંકાઓ છેલ્લા ૨૦ વર્ષથી સાફ કરવામાં આવ્યા નથી. આ વાત સાબિત કરે છે કે શહેરીજનોને આરોગ્યની જાળવણી માટે તંત્ર કેટલું જાગૃત છે. સામાન્ય રીતે મોટાભાગની બિમારીનું ઘર પાણીને માનવામાં આવતું હોય છે ત્યારે તેના પર શહેરને તંદુરસ્ત રાખવાની જવાબદારી છે તેવા મહાપાલિકાના તંત્ર દ્વારા જ બે દાયકાથી પાણીના ટાંકા સાફ કરવામાં આવ્યા નથી. જે સાબિત કરે છે કે મહાપાલિકાનું તંત્ર કેટલું નિર્ભર છે.

ઈસીઆર-જીએસઆરની સફાઈ માટે આજથી કોર્પોરેશન દ્વારા સતત એક પખવાડીયું પાણી કાપોત્સવ શ‚ કરવામાં આવ્યો છે. આજે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ તથા ગુ‚કુલ પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૭, વોર્ડ નં.૯, વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૩, વોર્ડ નં.૧૪ અને વોર્ડ નં.૧૭માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. પાણી કાપોત્સવ આગામી ૨૦મી જાન્યુઆરી સુધી ચાલું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.