Abtak Media Google News

‘અબતક’ ની મુલાકાતમાં આગેવાનોએ ફુવારા મુદે જવાબદારોને શાનમાં સમજી જવા આપી ‘ચમકી’

રંગીલા રાજકોટને રોનકમય બનાવવા લાખો કરોડોનો ખર્ચ થયા છે. પણ નજીવી વ્યવસ્થાના અભાવે લાખેણી સુવિધા કોડીની બની જાય છે. ભકિતનગર સર્કલના બંધ પડી ગયેલા ફુવારા સહિત શહેરના તમામ બંધ ફુવારા ચાલુ કરવા લોક સસંદ મંચે ધરણા માટે ખાડા ખખડાવ્યા છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા પૂર્વ નગર સેવક દિલીપભાઇ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, મિલીંગભાઇ પરમાર, પૂર્વ  નટુભા ઝાલા, રમેશભાઇ તલાટીયા, પ્રજ્ઞેશભાઇ પારેખ, અહેસાનભાઇ ચૌહાણ, રાજેશભાઇ આમરણીયા અને નવીનભાઇ પાટડીએ જણાવેલ છે.

Advertisement

જાગૃત નાગરીકોની ફુવારો શરુ કરવા અંગેની મૌખિક, ટેલીફોનીક, લેખીત રજુઆતોનો આજદીન સુધી કોઇ હકારાત્મક પ્રત્યુતર ન મળતા અને કરાયેલી તમામ રજુઆતો રાજકોટ મહાનગરપાલિકાની શાન ઠેકાણે લાવવા ખંઢેર બનેલા બંધ ફુવારા ચાલુ કરાવવા કાલે તા. 5-7 ને બુધવારે સાંજે 6.45 થી 8.15 સુધી ભકિતનગર સર્કલમાં જ 80 ફુટ રોડ ખાતે ધરણા  કાર્યક્રમ થશે.

લોક સંસદ વિચાર મંચ  ના બેનર તળે યોજાનારા આ ધરણાના કાર્યક્રમમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં જોડાવા સંસ્થાના આગેવાનોએ અપીલ કરી છે. તખુભા રાઠોડ, ન્યુરો સર્જન ડો. હેમાંગ વસાવડા જિલ્લા નારી સુરક્ષા સમીતી (રાજકોટ)ના મહિલા આગેવાનો કોઠારીયા કોલોની યુવા ગ્રુપ સહિતની સામાજીક સંસ્થાએ પણ ધરણાના કાર્યક્રમમાં ખુલ્લો ટેકો જાહેર કરી જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.