Abtak Media Google News

૬૦ જેટલા દેશોના ૧૧૮ પ્રતિનિધિઓએ ગામની લીધી મુલાકાત

ગામની પોતાની અલગ વેબસાઇટ, શૂન્ય બાકી કરવેરા, ડીજિટલ જેવી કામગીરીથી ગામ બન્યું સ્માર્ટ

મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી નીમીતે  કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે તા.ર સુધી મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન યોજાઇ રહ્યું છે જેમાં સદભાગી થવા ૬૦ જેટલા દેશોના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામની મુલાકાત લીધી હતી. આ ગામ સરકારની વિકાસ માટેની કટીબઘ્ધતા દર્શાવે છે.2 2મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા ૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ આજે ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ મંડળ ગામની સ્વચ્છતા અને અન્ય પ્રવૃતિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયું હતું તેમની મુલાકાત દરમ્યાન સમગ્ર ગામમાં અનેક જગાએ સાંસ્કૃતિક નૃત્ય નિદર્શન પણ કરાયું હતું.3 2આ પ્રતિનિધિ મંડળના સભ્યો પુંસરી શાળાની મુલાકાત વેળાએ શાળાની બાળાઓ સાથે ગરબે ઘુમ્યા હતા સાથે સાથે તેઓએ બાળકો સાથે નૃત્ય પણ કર્યુ હતું. તેમના પ્રતિભાવમાં આ સભ્યોએ જણાવ્યું હતું કે આ ગામની સ્વચ્છતા, શાળાની શૈક્ષણિક પ્રવૃતિ, પોષજ્ઞક્ષમ આહાર, આંગણવાડી, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા આવાસ, આરોગ્ય સેવા વગેરે પ્રશસનીય છે. આ મુલાકાત અમારા માટે અવિસ્મરણીય રહેશે એમ તેમણે જણાવ્યું હતું.4 1સાબરકાંઠા જીલ્લાનું પુંસરી એટલે દેશનું શ્રેષ્ઠ ગામ આ ગામે વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી દેશ આખાનું ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે. ગામની પોતાની અલગ વેબસાઇટ શુન્ય બાકી કરવેરા, સ્વચ્છતામાં અગ્રેસર ડીજીટલ કામગીરી ગામમાં મફત આંતરીક બસ વ્યવસ્થા પીવા માટે મીનરલ વોટર, સુઘડ રસ્તા શેરીઓ સી.સી. ટીવી કેમેરાથી સજજ ગ્રામ સિંગલ એડે્રસ સિસ્ટમ ડીજીટલ લાઇબ્રેરી જેવી સંખ્યા બંધ સુવિધાઓ ધરાવતું પુંસરી ગામ આજે વિદેશથી પ્રતિનિધિ મંડળ માટે અવિસ્મરણીય મુલાકાતનું કેન્દ્ર પણ બન્યું હતું.5 1 આ મંડળના સભ્યોનું પુંસરી ગામમાં પરંપરાગત સ્વાગત કરાયું હતું. શાળાના બાળકોના બનેલા બેન્ડ તથા બાળકો દ્વારા વગડાતા ઢોર, વાજા અને મંજીરા સાથે કરાતા નૃત્યને આ સભ્યોએ મનભરીને માણ્યું હતું. એટલું જ નહી પરંતુ બાળકો સાથે તેઓ નૃત્યમાં પણ જોડાયા હતા. સાથે સાથે આ મંડળે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાની પણ જાણકારી મેળવી હતી.6 1આ પ્રતિનિધિ મંડળમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, બોલિવિયા, કંબોડિયા, ચાડ, કોસ્ટારિકા, ઇથોપિયા, ધાના, ગુયેના, કેન્યા, કીરીબાકી, માલદીવ, માલ્ટા, મોગોલિયા, મોરોકકો, મોઝામ્બિક મ્યાનમાર, નેપાળ, નાઇજર, પેરુ દક્ષિણ સુદાન, શ્રીલંક, સુદાન, તાન્ઝામિયા, તઝાકિસ્તાન, થાઇલેન્ડ , તુર્કમેનિસ્તા, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન, વિયેતનામ, ઝામ્બિયા, માલી, લાઇબેરિયા, ઇજીપ્ત, અંગલા, મડાગાસ્કર,: હૈતિ, જોર્ડન અને સીંગાપોર જેવા ૬૦ દેશોના મંત્રીશ્રીઓ અને પ્રતિનિધિઓ ઉ૫રાંત મિડીયા હાઉસના પ્રનિનિધિઓ પણ જોડાયા હતા.7દેશના શ્રેષ્ઠ ગામ તરીકેનું બિરુદ મેળવનાર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે ત્યારે આ ગામની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે ગામમાં સેનીટેશનની વ્યવસ્થા, વ્યકિતગત સામુહિક શૌચાલય શાળામાં કાર્યરત જ્ઞાનકુંજ પ્રોજેકટ અને પ્રજ્ઞા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યાજનાના આવાસો સી.સી. ટી.વી. વહીવટી વ્યવસ્થા જેવી સંખ્યાબંધ વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું.8ગ્રામ વિકાસ વિભાગના કમિશ્નર અને સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે સાબરકાંઠા જીલ્લાનું પુંસરી ગામ દેશના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદ પામેલ છે. રાજય સરકારની મહત્તમ વિકાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો અમલ પણ આ ગામમાં કરાયો છે. તેને પરિણામે આ ગામ શ્રેષ્ઠ ગામોની હરોળમાં સ્થાન પામ્યું છે.9સાથો સાથ સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરી આ ગામ સ્વચ્છતાના પર્યાય સમાન બન્યું છે. અહીંની પ્રાથમીક શાળા આંગણવાડી પંચાયત ઓફીસ વિગેરે પણ નમુનેદાર છે ત્યારે ૬૦ દેશોના પ્રતિનિધિઓ આ ગામની મુલકાત લે એ બાબત જીલ્લા ઉપરાંત સમગ્ર રાજય માટે ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.