Abtak Media Google News

લિંબડી ખાતે કપાસ ના વેપારી તથા કપાસ નું વાવેતર કરતા ખેડૂતો વચ્ચે સંમેલન નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લિંબડી સાથોસાથ સાયલા અને ચુડા ના કપાસ નું વાવેતર કરતા ખેડૂતો અને કપાસ ના વેપારી ઓ બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા. આ સંમેલન માં ખેડૂતો ના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે બાબુભાઈ જીનવાળા અને વેપારી એસોસિયેશન ના પ્રમુખ શ્રી જાફરભાઇ  તથા નગરપાલિકા પ્રમુખ  શ્રી ધીરૂ ભાઈ ખાંદલા અને ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ના ચેરમેન શ્રી શંકરભાઈ દલવાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.