Abtak Media Google News

સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનો દ્રારા તૈયારીને આખરીઓપ અપાયો: 35થી વધુ ફ્લોટ્સ જોડાશે

’છોટી કાશી,નું બીરુદ પામેલા જામનગર શહેરમાં જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્રારા છેલ્લા ધણા વર્ષોથી પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતી તા. 22  એપ્રિલ 3023 ને શનિવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મ જયંતિના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નિકળશે. શોભાયાત્રામાં અલગ-અલગ કુલ 35 જેટલા ફલોટસ જોડાશે. જેમાં 11 બ્રહ્મસમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ અને ધટકો ફલોટસમાં વિવિધ ભગવાન શ્રી પરશુરામજીના વિવિધ સ્વરૂપો રજુ કરશે.

જેમાં 18 ખુલ્લા ફલોટસમાં વિવિધ અવતારોમાં આશરે 151 બાળકો વેશભુષા સાથે જોડાશે. બ્રહ્મસમાજની દિકરીઓ દ્વારા નવદુર્ગાના અવતાર સાથેનો ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર રહેશે.

આ સાથે જ સણગારેલા, ઘોડા, શણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બ્રાહ્મણોના સંત, મહાપુરૂષના ફલોટસ, 4 ડીજે સાઉન્ડ સાથે રહેશે.

આ શોભાયાત્રાના ક્ધવીર તરીકે રૂપેશ કવેલિયા, સહક્ધવીનર તરીકે નિલેશ ઓઝા તથા દિલીપ વ્યાસ, તેમજ યુવા ટીમ શોભાયાત્રા વધુ સારી રીતે પસાર થાય, અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે.શોભાયાત્રા પહેલાં સવારે ધાર્મિક વિધીપરશુરામ જયંતિના દિવસે સવારે બ્રાહ્મણોના ઈષ્ટદેવ શ્રીપરશુરામજીની સોડસોપ્ચાર પુજા શ્રીમાળી બ્રાહ્મણ સામવૈદી શાખાની વાડી, પંચેશ્વર ટાવર ખાતે સવારે 9  વાગ્યે થશે. જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી થઈ પંચેશ્વર ટાવર પહોંચશે, જયાં પુર્ણાહુતી થશે.’છોટી કાશી’ ના સંતો-મહંતો દ્વારા શોભાયાત્રાનુ પ્રસ્થાન  કરવાશે.

પરશુરામ શોભાયાત્રાનું શનિવારના સાંજે 5 કલાકે શ્રી બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી  નગરના સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાવાશે. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે.

સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ત્રિવેદી દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત ઠંડાપાણીનુ વિતરણ કરાશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભુદેવ મિત્ર મંડળ, ઓદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ અને સ્થાનિક વેપારીઓ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તથા શરબત વિતરણ કરાશે. અશોક કેટરર્સના અશોક ભટ્ટ દ્રારા ભવ્ય આતશબાજીથી શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. જાયન્ટસ ગ્રુપ દ્વારા ચાંદી બજાર માંડવી ટાવર પાસે શોભાયાત્રાનુ સ્વાગત તેમજ ઠંડાપીણાનું વિતરણ કરાશે. દિપક ટોકીઝ નજીક ખીમામામા યુવક મંડળ (ચારણફળી) તેમજ મુસ્લિમ સમાજ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત સાથે ધર્મપ્રેમી જનતા માટે સરબત વિતરણ કરાશે. કડીયાવાડ ખાદીભંડાર પાસે સમસ્ત બ્રહ્મવિકાસ પરીષદ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. બેડીગેટ નજીક લીંબડી બજરવાળા જાનીમહારાજ મિત્રમંડળ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તેમજ સરબત વિતરણ કરાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજ સેવાગ્રુપ દ્વારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. વંડાફળી મિત્ર મંડળ દ્વારા પંચેશ્વર ટાવર પાસે ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનુ સ્વાગત કરી મહાઆરતી કરી મહેમાનોનુ અભિવાદન કરાશે.

પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે કોર્પોરેટ ડિમ્પલબેન જગત રાવલ તેમજ સી.વી. ઠાકર બુક સ્ટોર દ્વારા વેશભુષામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે.વેશભૂષામા ભાગ લેનાર બાળકોને ડો. કુશ દર્શન ઠાકર અને ડો સાગરીકા ઉપાધ્યાય તરફથી ફુડ પેકેટ અને એનર્જી ડ્રિંક આપવામાં આવશે. શ્રીમાળી બ્રહ્મણ જ્ઞાતિની વાડીમાં બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે.પરશુરામ શોભાયાત્રામાં હરીયાણાનું તિલકધારી ગ્રુપ વિશેષ આકર્ષણ રહેશે.

પરશુરામ શોભાયાત્રામાં દર વર્ષે નવુ આકર્ષણ ઉમેરાય છે. જેમાં આ વર્ષે પ્રથમ વખત ખાસ હરીયાણા રાજયના જાણિતા અનિલ તિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ વિશેષ આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. તિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ દ્વારા વિરાટ સ્વરૂપે ભગવાન બંજરગબલીના વેશમાં વાનરો સાથે શોભાયાત્રામાં જોડાશે. તે પ્રકારે વિરાટ સ્વરૂપે મહાદેવજીના વેશમાં શોભાયાત્રા સાથે જોડાશે. જેની સાથે અધોરી નૃત્ય અને તેના કલાકારો દ્વારા હવાઈ ચોક, ચાંદીબજાર, દિપક ટોકીઝ, બેડીગેટ તેમજ પંચેશ્વર ટાવર ખાતે વિવિધ પ્રસ્તુતિ થશે.

નગરમાં યોજાતી પરંપરાગત  ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રામાં છેલ્લા ધણા  વર્ષોથી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ સાથે અન્ય ધર્મ,જ્ઞાતિના લોકો પણ સાથે જોડાય છે. શહેરના દિપક ટોકીઝ નજીક શોભાયાત્રાનુ સ્વાગત મુસ્લિમ ભાઈ દ્વારા કરવામાં આવે છે.

આ વર્ષે ઈદ અને પરશુરામ જંયતિ સાથે હોવાથી હિન્દુ ભાઈઓ ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવશે. અને મુસ્લિમ ભાઈઓ પરશુરામ શોભાયાત્રામાં સહભાગી બનશે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.