Abtak Media Google News

મુંબઇમાં ૭ર વર્ષીય વૃઘ્ધાનો કેસમાં હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ ચૂકાદો

આજના સમયમાં વૃઘ્ધ માતા-પિતાને ઘડપણમાં સાચવવાને બદલે ધુત્કારતા લાલચુ પુત્ર-પુત્રીઓ માટે મુંબઇ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપી માતા-પિતાને હેરાન પરેશાન કરી નહી સાચવનાર સંતાનો વરસાઇ મિલ્કતમાં હકક માંગી ન શકે તેવું સ્પષ્ટ કર્યુ હતું.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ મુંબઇમાં માલાબાર હિલ વિસ્તારમાં ફલેટમાં રહેતા ૭ર વર્ષિય વૃઘ્ધાને તેના પુત્ર દ્વારા બેહદ માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતા વૃઘ્ધાની હાલત દયનીય બની ગઇ હતી અને વડીલ માતાનો ફલેટ કબજે કરવા વારંવાર કુપુત્ર માતાના ફલેટે આવતો હોવાથી વૃઘ્ધા કંટાળી ફલેટને તાળા મારી અન્યત્ર ચાલ્યા ગયા હતા. આમ છતાં નપાવટ પુત્રએ વૃઘ્ધાને ત્રાસ આપવાનું ચાલુ રાખતા આખરે વૃઘ્ધાને બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

દરમિયાન નિવૃત ડોકટર વૃઘ્ધાની કહાની સાંભળી હાઇકોર્ટ પણ ચોકી ઉઠી હતી અને આવા નપાવટ સંતાનોને સબક શિખવતો ચુકાદા આપી માલાબાર હિલ પોલીસ સ્ટેશનને વૃઘ્ધાને સંપૂર્ણ સુરક્ષા આપવા આદેશ જારી કરી વૃઘ્ધાની મિલ્કતમાં પુત્ર ન પ્રવેશે તે જોવા જણાવી હાઇકોર્ટ આવા સંતાનો વારસાઇ મિલ્કતમાં હકક ન માંગી શકે તેનું સ્પષ્ટ કર્યુ હતું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.