Abtak Media Google News

અમેરિકા-ઈરાન વચ્ચેના ઘર્ષણથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો

ગ્રાહકોને રાહત અપાશે-ઓઈલમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કર્ણાટક ચુંટણી પહેલાનો ગ્રોસ માર્કેટીંગ માર્જીન મેળવવા ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘરખમ વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થતા ઈંધણના ભાવમાં વધારાને પગલે રીટેલ માર્કેટમાં પણ ઉછાળો આવ્યો છે. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે એટલે કે અત્યાર સુધીના સૌથી વધુ ભાવ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા લોકો પરેશાન છે. મોંઘવારીને લઈ પોતાના આક્રોશ સરકાર પર ઢોળી રહ્યા છે જે તરફ ધ્યાન દોરી સરકાર એકસાઈઝ ડયુટીમાં ઘટાડો કરશે. જેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે. તેવા સંકેતો ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યા છે.

Advertisement

રવિવારે ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે પત્રકારોને ઓઈલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘરખમ ઉછાળો થયો છે. જેને ઘટાડી લોકોને આંશિક રાહત આપવા સરકાર જલદીથી પગલા લેશે અને આ માટે એકસાઈઝ ડયુટી ઘટાડવા પર સરકાર વિચારણા કરી રહી છે.

મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક (ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલીયમ એકસપોર્ટીંગ ક્ધટ્રીસ) પર આરોપ મુકયો છે કે પેટ્રોલ-ડિઝલનું ઉત્પાદન ઘટાડતા આ ભાવવધારો થયો છે. આ ઉપરાંત અમેરિકા-ઈરાન વચ્ચેના વાંધાને લઈને પણ ફયુલ પ્રાઈઝમાં વધારો થયો છે. જણાવી દઈએ કે, હાલ, પેટ્રોલના ભાવ લીટરે ૭૬.૨૪ રૂપિયા જયારે ડિઝલના ભાવ ૬૭.૫૭ રૂપિયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.