Abtak Media Google News

પારિજાતના પાંદડા આયુર્વેદની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી

કરોડો હિન્દુઓની આસ્થા ધરાવતું રામ જન્મભૂમિ શિલાન્યાસનું ભૂમિ પૂજન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કરકમલો દ્વારા થયેલ છે તે નિમિતે વસુંધરા ગ્રુપ દ્વારા પારિજાતના રોપા તેમજ તેના બી વાવવા માટે ની:શુલ્ક આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પારિજાતના પવિત્ર છોડની અયોધ્યામાં  રામજન્મભૂમિ પરિસરમાં રોપણી કરી.

પારિજાત વૃક્ષનો પુરાણોમાં ઉલ્લેખ છે તેવા સમુદ્ર મંથન વિશે તો સૌએ સાંભળ્યું જ હશે, સમુદ્ર મંથન દરમિયાન પારિજાત વૃક્ષની ઉત્પત્તિ થઇ હતી. જેને દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં રોપવામાં આવ્યું હતું. દેવપૂજામાં પારિજાતના ફૂલોનું પણ વિશેષ મહત્વ છે. જળમાંથી ઉત્પતિ થવાના કારણે પારિજાતનાં ફૂલ દેવી લક્ષ્મીના ફેવરીટ છે, કેમ કે દેવી લક્ષ્મીની ઉત્પતિ પણ સમુદ્ર મંથન દરમિયાન પાણીમાંથી જ થઇ હતી. પારિજાતને હરશ્રૃંગાર પણ કહેવામાં આવે છે.

પારિજાતના છ સાત પાંદડા તોડીને પત્થર ઉપર વાટીને ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એટલું ગરમ કરો કે પાણી અડધું રહે પછી તેને ઠંડુ કરીને રોજ ખાલી પેટ પીવરાવવાનું છે. જેનાથી વીસ ત્રીસ ચાલીસ વર્ષ જુનો આર્થરાયટીસ હોય કે સાંધાનો દુ:ખાવો હોય. આ તે બધા માટે અમૃત જેવું કામ કરશે.

તાવના દર્દનો ઉપચાર: ડેન્ગ્યું જેવા તાવમાં શરીરમાં ખુબ જ દુ:ખાવો થાય છે. તાવ મટી જાય છે પણ દુખાવી જતો નથી. આવા કેસમાં તમે પારીજાતના પાંદડાનો ઉકાળો ઉપયોગ કરો, ૧૦-૧૫ દિવસમાં ઠીક થઇ જશે. તેમ વસુંધરા ગ્રુપના ભરતભાઇ કોરાટ તથા અરૂણ નિર્મણની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.