Abtak Media Google News

કાનની સમસ્યાને હળવાશથી ન લેવી: ઘ્વનિ કે અવાજ પારખવાનું આપણું મહત્વનું અંગ છે: આપણું સમતોલન અને શરીરની સ્થિતિ જાળવવામાં કાન મદદ કરે છે: સુશ્રુતે ર8 પ્રકારનાં કર્ણ રોગોનું આયુર્વેદમાં વર્ણન કરેલ છે

આપણા શરીરના આંખ, કાન, નાક નાજુક અંગો છે. આને લઇને ઘણી કહેવતો પણ બોલાય છે. ‘આંખો ફાટી જવી’, ‘નાક કાપી લીધુ’ તથા ‘કાનમાં તમરા બોલી ગયા’ શરીરના તમામ અંગોને ચોકકસ કામ આપેલ છે જેમાં કાન સાંભળવાનું કામ કરે છે. સારૂ કે ખરાબ સાંભળે તો સાંભળવું હોય તો જ સાંભળે તે ઘણીવાર તો એક કાનેથી સાંભળીને બીજે કાને બહાર કાઢી નાંખે છે. ઘણાના કાન તો એટલા સરવા હોય છે કે સાવ ધીમા અવાજની વાત પણ સાંભળી લે છે. મહત્વનું અંગ હોવાથી તેની સંભાળ લેવીને બહુ ઊંચો અવાજ ન સાંભળવો નહિંતર કાનનો પડદો ફાટી જાય છે. અતિશય અવાજ આપણાં કાન સહન કરી શકતા નથી.

કાન આપણને ભગવાને બે આપ્યા છે એટલે જ આપણે ચશ્મા પહેરી શકીએ છીએ, સ્ત્રીઓ બુટ વિંધાવીને તેમાં બુટીયા, બાલી કે ટોપ્સ પહેરે છે. કાનની રચનામાં આવેલી લોહીની નળીનો સીધો સંબંધ આપણા ઉત્સર્ગ તંત્ર સાથેને મગજ સાથે જોડાયેલો છે. અગાઉની શિક્ષણ પ્રથામાં ભૂલ પડતી ત્યારે શિક્ષકો વિદ્યાર્થીના કાન આમળતા હતા. માથાની બન્ને સાઇડ આવેલા કાન ચહેરાની સુંદરતામાં પણ વધારો કરે છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ર8 પ્રકારના કર્ણ રોગોનું વર્ણન કરેલ છે. કાનનાં દુ:ખાવાને કર્ણ શૂલ કહે છે. કાનમાં પાણી ભરાઇ જવાથી કાનનો મેલ ફૂલી જાય કે મેલનું દબાણ વધે તો પડદો ફાટી જવાની સંભાવતા રહે છે. ઘણીવાર બહેરાશ પણ આવી જાય છે, તો ઘણીવાર ઓછું સંભળાવા લાગે છે.

કાનનો પડદો ફાટી જવાની આપણે વાત કરીએ છીએ પણ પડદો શું છે તે ફાટી જવું એટલે શું તે બાબતે આપણને ખબર હોતી નથી. આપણાં કાનનાં આંતરિક ભાગમાં મઘ્યકર્ણ અને અંતકર્ણ વચ્ચે એક ત્રિસ્તરીય પડદા જેવી રચના હોય છે જેને મઘ્ય કર્ણ અને અંતકર્ણ વચ્ચે એક ત્રિસ્તરીય પડદા જેવી રચના હોય છે જેને મેડીકલમાં ટિમ પૈનિક મેમ્બ્રેન અથવા ઇયર ડ્રમ કહે છે. કોઇપણ અવાજ કે ઘ્વનિ આપણાં કાનમાં પ્રવેશે છે તેઆ ઇયરડ્રમ કહે છે. કોઇપણ અવાજ કે ઘ્વનિ આપણાં કાનમાં પ્રવેશે છે. તેઆ  ઇયરડ્રમ પાસેથી નાની હાડકીઓના માઘ્યમથી કાનના આંતરિક ભાગ અને ત્યાંથી મગજ સુધી પહોંચે છે ત્યારે આપણે એ ઘ્વનિ સાંભળીએ છીએ, હવે જો કોઇ કારણોસર આ ઇયર ડ્રમ ફાટી જાય તો કાનમાં ઇન્ફેકશન અને શ્રવણ શકિત નાબુદ થઇ જાય છે.

ઘણી વાર કાન અને નાક વચ્ચેના આંતરિક ભાગમાં કફ એકઠો થવાથી કે કાનમાં ઇન્ફેકશન થવાથી પણ કાનનો પડદો ફાટી જાય છે. અત્યંત તીવ્ર અવાજ, પ્લેનની ઘરઘરાટી જેવા ભયાનક ઊંચા અવાજોથી કાનનાં પડદા પર ભારે દબાણ થવાથી પડદો ફાટી જાય છે. ઓડિયોમેટી પરીક્ષણ દ્વારા કાનનો પડદો ફાટવાથી શ્રવણ શકિત કેટલી હદે પ્રભાવિત થઇ છે તે જાણી શકાય છે. ઘણીવાર કાનના પડદામાં કાળુ પડવાની ફરીયાદ હોય તો ઘણીવાર દવાથી સારુ થાય પણ જો ઇન્ફેકશન અંદર સુધી પ્રવેશ્યું હોય તો ઓપરેશન કરવું પડે છે. કાનમાં રસી આવવી, ઓછુેં  સંભળાવવું, કાનનો દુ:ખાવો, કાન ભારે લાગવો, ચકકર આવવા વિગેરે નાની મોટી સમસ્યાના પ્રાથમિક લક્ષણો છે. કાનની કોઇપણ સમસ્યાને કયારેય ઢીલાસ ન રાખવી.

‘ધિરે ધિરે બોલ…. કોઇ સુન ના લે’

ઘણા બધા ફિલ્મ ગીતો કાનની વાતને વણી લેવાય છે. ખાનગી વાત હંમેશા નજીક આવીને કાનને જ સંભળાવાય છે. કોઇક અવાજ સાંભળી કે તરત જ પાછુ વળીને જોઇએ છીએ એટલે કેટલું ત્વરીત આદેશ મગજ સુધી પહોચાડે છે. હાલ ના કોરોના વાવાઝોડામાં ‘ખોટી અફવા ’

કાન જ સાંભળે છે. નાના બાળકોને કાન દુ:ખતો હોય ત્યારે તે બોલી શકતો નથી પણ વારંવાર કાન પાસે તેનો હાથ જાય, માથુ હલાવે, બેચેન થઇ જાય, ઊંઘતું ન હોય કે ઘાવતું ન હોય ત્યારે તેને કાનની તરલીફ છે એવું માની શકાય છે. કાનનાં દર્દીઓ માટે ઘંઉ, ચોખા, મગ, જવ, જુનું ઘી, પરવળ, રીંગણ અને કારેલા ખુબ જ ગુણકારી છે.

તમારા કાનની રચના અને રંગ તમારા વિશે ઘણું બધુ કહી જાય છે. તમારા વ્યકિતત્વ વિશે પણ જણાવે છે. તમારા ચહેરા અને કાનનો રંગ એક સરખો હોવો જોઇએ, જો તેમાં ફેરફાર જણાય તો ત્યાં સુધી લોહી પહોચતું નથી એવું કહેવાય છે. કેલ્શિયમ અને વિટામીનની ઉણપને કારણે આવું બની શકે, તેને નિવારવા દુધ વધારે પીવું જરુરી છે. બીજાું જો તમારો કાન સતત લાલ રહેતો હોય તો તમને કીડનીની સમસ્યા થઇ શકે છે. કાનની બુટની લાઇન કે કોઇ ક્રીઝ માર્ક હ્રદયની બિમારીની વાત કરે છે. કાનની અંદર રર0 જેટલા એકયુ પ્રેસર પોઇન્ટ આવેલા છે. જેને દબાવવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. તમારી ફિંગર પ્રીન્ટ જેમ દરેક વ્યકિતએ અલગ હોય તેવી જ રીતે કાન પણ અલગ અલગ હોય છે. કાનમાં ત્રણ હાડકા હોય છે. જે હથોડી, એરણ અને પેંગડુ છે. કાનની રચના ઇશ્ર્વરે એટલી સરસ કરી છે કે જેમાં હવામાં રહેલા મોજા કે તરંગો વધારેમાં વધારે ઝડપાઇ જાય અને કાનની નળીમાં પ્રવેશ કરે, કાન સાંભળવાની શકિત ગુમાવી દે તો બહેરાશ આવે છે. ઘણા જન્મ જાત જ આવી ખામી સાથે જન્મે છે. ઘણીવાર કાનમાં ઘંટડી વાગવા જેવા અવાજ આવે છે જેને મેડીકલની ભાષામાં ટેનીટસ કહેવાય છે. ખુબ જ મોટેથી ગીત સાંભળવાને કારણે આ સમસ્યા થાય છે. એક પ્રચલિત કહેવત છે કે પુરૂષ એક કાનેથી વાત સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે. જયારે સ્ત્રી બન્ને કાનેથી સાંભળે અને મોઢેથી બહાર કાઢે છે. કાનમાં પહેરેલા ઝુમકાને લીેધે સ્ત્રીનો ચહેરો આકર્ષક દેખાય છે. આપણી સંસ્કૃતિમાં બાળપણમાં જ કાન વીંધાવાય છે. આની પાછળ એકયુ પંકચરનું શાસ્ત્ર છે. કોઇ વ્યકિત વ્હેમી હોય તેને આપણે કાચા કાનનો કહીએ છીએ. કાન પાંચ જ્ઞાનેન્દ્રિયમાંથી એક ઇંદ્રિય છે કાનનું કુંડલ, ક્ષેત્ર-ર, છિંક ક્ષેત્ર અને બૂટી એમ કાનના ત્રણ વિભાગો હોય છે. કાનનાં ઉપરના ભાગને કુંડલી ક્ષેત્ર કહેવાય છે.

Ear 1

‘કાચા કાનનો છે’ જેવી વિવિધ કહેવતો

  •  કાન છે કે કોડિયું ?
  • કાન પકડવા કે કાનના કીડા ખરી ગયા
  • કાનમાં ઝેર રેડવું
  • કાના ફૂંસી કરવી
  • કાચા કાનનો
  • એક કાનેથી સાંભળીને બીજેથી કાનેથી કાઢવી
  • કાનમાં તમરા બોલવા
  • પારકી મા જ કાન વિંધે
  • દિવસમાં આંખો છે, રાત્રે કાન છે
  • કાન આમળવો
  • સુપ્પડ કન્નો (સુપડાં જેવા કાન)
  • કાન ફાટી જાય તેવો અવાજ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.