Abtak Media Google News

હિતેશ રાવલ- સાબરકાંઠા:

કોરોનાની બીજી લહેર હજુ માંડ સમી છે ત્યાં વાયરસની સાથે વાવાઝોડાએ પણ કહેર વરસાવ્યો છે. ગુજરાત પર તાઉતે ત્રાટકતા રાજ્યભરમાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. એમાં પણ ખાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકશાની પહોંચી છે. અમદાવાદ તરફ વળાંક લીધા બાદ રાજસ્થાન તરફ વાવાઝોડું ફંટાતા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ સાથે તાઉતેએ તોફાન મચાવવાનું શરૂ કરી દીધું છે. જેના પગલે સાબરકાંઠા જીલ્લામા વરસાદી માહોલ છવાયો છે.

વાવાઝોડાને કારણે ઠેર ઠેર વૃક્ષો તો ક્યાંક વીજ પોલ ક્યાંક મકાનો ધરાશાયી થયા છે. હિંમતનગર- ઈડર હાઈવે પર વકતાપુર પાસે ઝાડ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે ગ્રામ્ય પોલીસે સતર્કતાની સાથે પ્રશંસનીય કામગીરી કરી છે. ગ્રામ્ય પોલીસ પીએસઆઈ સહિતના સ્ટાફને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી તત્કાલીન ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ સ્થળ પર જ દટી રહી ફાયર બ્રિગેડ અને પીએસઆઇએ ઝાડને હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.