Abtak Media Google News

૩૪ દિકરીઓનું કન્યાદાન: બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉમટયા

પડધરી તાલુકામાં ગોપાલક ગ્રુપ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૪ દિકરીઓનું ક્ધયાદાન કરવામાં આવ્યું હતું. સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ પ.પૂ.ધ.ધુ.મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી ઘનશ્યામપુરીજી શિવપુરીજીબાપુ અને પ.પૂ. ધર્મભુષણશ્રી રાજેન્દ્રદાસબાપુ ગુરુશ્રી કરશનદાસ બાપુ મહંતશ્રી, નકલંકધામ તોરણીયા, હરીદ્વારા બંને મહંતોએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.Img 20190303 Wa0010

ભરવાડ સમાજની કન્યા વિદ્યાલય અને છાત્રાલય-પડધરીનું ભૂમિપૂજન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભરવાડ સમાજના ધર્મગુરુ મહંતશ્રી ઘનશ્યામજી શિવપુરીજી બાપુ, પ.પૂ. ધર્મભુષણ શ્રી રાજેન્દ્રદાસબાપુ, ગુરુશ્રી કરશનદાસ બાપુ મહંતશ્રી, નકલંકધામ તોરણીયા, હરીદ્વાર, ગોરધનભાઈ હિરાભાઈ સરસીયા સમાજ ખીમજીભાઈ ટીડાભાઈ મકવાણા સમાજ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય વિરમગામ, ભવાનભાઈ ભરવાડ, ચેરમેન, ગુજરાત ઘેટા ઉન વિકાસ વિભાગ અને જેઠાભાઈ ભરવાડ, ધારાસભ્ય, શહેરા વગેરેની ઉપસ્થિતિમાં ભૂમીપુજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.Untitled 1 25

આ કાર્યક્રમમાં રાજકીય, સામાજીક અને સમસ્ત ભરવાડ સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ રાજકોટ, સ્વ.બેનાબેન એચ.સરસીયા ભરવાડ-કન્યા છાત્રાલય જામનગર તથા ગોપ કન્યા છાત્રાલય ભાવનગરને વિશેષ સન્માનીત કરવામાં આવશે.Img 20190303 Wa0014Aઆમંત્રીત દાતાઓ બાબુભાઈ માટીયા, દિનેશભાઈ રાઠોડ, કાળુભાઈ મુંધવા, ભુપતભાઈ ધીસેડીયા, ભુપતભાઈ બાબુતર, પ્રભુભાઈ મુંધવા, નવઘણભાઈ ગોલતર, હાજાભાઈ – હેબતપુર, ખેંગારભાઈ ધ્રાંગીયા, નવઘણભાઈ મુંધવા, રઘુભાઈ સોમાભાઈ, બાબુભાઈ ચાવડીયા (નવયુગ સ્કૂલ), કરશનભાઈ મુંધવા, મુન્નાભાઈ મુંધવા, મે‚ભાઈ બતાળા, ભરતભાઈ મકવાણા, પોપટભાઈ વાવડીયા તથા ભુપતભાઈ વાવડીયા ઉપસ્થિત રહેશે અને તેઓનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.