Abtak Media Google News

IRCTCએ ઉતર ભારત દેવભૂમિ દર્શન પ્રવાસી ટ્રેનનું બુકીંગ શરૂ

11 જૂનથી વડોદરાથી ઉપડશે જે વિવિધ યાત્રાધામોમાં ફરી 18 જૂન વડોદરા પરત ફરશે

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) રીજીનલ ઓફિસ, અમદાવાદ ભારત સરકારની પહેલ “એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો આપણો દેશ” અને રેલ્વે મંત્રાલયના સહયોગથી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું બુકિંગ શરૂ કર્યું છે. આ યાત્રા 11મી જૂન 2023 ના રોજ વડોદરા સ્ટેશનથી ઉપડશે અને વડોદરા પરત ફરશે. આ ટ્રેનમાં જોડનાર યાત્રાળુ નડિયાદ, આણંદ, સાબરમતી, કલોલ, મહેસાણા, ઊંઝા, પાલનપુર સ્ટેશનો પરથી ચઢી શકશે અને યાત્રાળુને હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને માતા વૈષ્ણોદેવી (કટરા) જવાનો લહાવો મળશે!

આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. વધુ માહિતી અને બુકિંગ  માટે  www.irctctourism.com પર લોગ ઇન કરો અથવા 079-26582675,9321901849, 9321901851, 9321901857, 9321901852 પર સંપર્ક કરો. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસી ટુરિસ્ટ ટ્રેન જે ઉતર ભારત દેવભૂમી દર્શનવાળી ટ્રેન જે 11 જૂને વડોદરથી ઉપડશે જે યાત્રીકોને હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, માતા વૈષ્ણોદેવી દર્શન કરાવશે જેનું પેકેજ  16300 રહેશે. જેનું બુકીંગ શરૂ થઈ  ચુકયું છે.

કોવિડ પ્રોટોકોલને પગલે IRCTC એ જણાવ્યું કે, મુસાફરોએ “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવો જોઈએ અને વહેલી તકે રસીકરણ કરાવવું જોઈએ અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ. આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે.  મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, “આરોગ્ય-સેતુ” એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ બને છે, તો એક અલગ કોચની પણ વ્યવસ્થા રહેશે. “મુસાફરોને સુખદ મુસાફરી માટે IRCTC ને સહકાર આપવા વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.