Abtak Media Google News

પાસપોર્ટ બુકલેટની નવી ડિઝાઇન થઇ રહી છે તૈયાર

પાસપોર્ટ હવેથી એડ્રેસના માન્ય પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. એકસટર્નલ અફેર મંત્રીએ ટ્રાવેલ ડોકયુમેન્ટ પાસપોર્ટ પર છેલ્લા પેઝ પર પાસપોર્ટ ધારકનું એડ્રેસ છાપવાની મનાઇ કરી દીધી છે. પાસપોર્ટના છેલ્લા પાને માતા-પિતા, પતિ-પત્નીના નામની વિગતો અને તેના એડે્રસની માહીતીનો સમાવેશ થાય છે. ત્યારે હવે એમઇએના સ્ટેટમેન્ટ મુજબ પાસપોર્ટનું છેલ્લુ પાનુ છાપવામાં આવશે નહી ઇમીગ્રેશન ચેક રિકવાયર ધારકોને ઓરેન્જ જેકેટ પાસપોર્ટ આપવામાં આવશે. જેમની પાસે ઇસીઆર નથી તેઓ બ્લુ પાસપોર્ટથી મુસાફરી કરી શકે છે.

ત્રણ મેમ્બરની પેનલે સુચવ્યું હતું કે એકસટર્નલ મંત્રી, મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે જાહેર કર્યુ છે કે પાસપોર્ટ સહીતના ટ્રાવેલ દસ્તાવેજો પાસપોર્ટ એકટ ૧૯૬૭ અને પાસપોર્ટ નિયમ ૧૯૮૦ અંતર્ગત એડ્રેસ છાપવામાં આવશે નહી. આ ઉપરાંત પેનલ દ્વારા અન્ય મહત્વપૂર્ણ ચર્ચા પણ કરવામાં આવી ઇન્ડિયન સીકયુરીટી પ્રેસ (આઇએસપી) નાસીક ટુંક સમયમાં જ પાસપોર્ટ બુકલેટની નવી ડિઝાઇન જાહેર કરશે. ત્યાર સુધી અન્ય સુવિધાથી મુસાફરોને માહીતગાર કરી દેવામાં આવશે. અને હાલ છેલ્લુ પાનુ ધરાવતા પાસપોર્ટ માન્ય છે જે પાસપોર્ટ પર લખેલી એકસપાયરી ડેટ સુધી ચાલશે. પરંતુ નજીકના સમયમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.