Abtak Media Google News

પાટણના સિદ્ધપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના વહેલી સવારની છે જ્યાં સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. આ બસ વાપીથી રાજસ્થાન જતી હતી ત્યારે અકસ્માત સર્જાતા 20થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બેફામ બસ હાંકી રહેલા ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જ્યારે આ લક્ઝરી બસમાં 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. જ્યારે 4થી વધુ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે.

લક્ઝરી બસ મુસાફરોથી ભરેલી હતી ત્યારે અકસ્માત સર્જાતા પગલે 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાંથી 4થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થતાં પાટણ ધારપુર ખાતે રિફર કરાયા છે. ઘટનાને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.