Abtak Media Google News
  • પાટણના શંખેશ્વર હાઇવે માર્ગ પર કાર  સાથે પીકઅપ ડાલુ અથડાતા બન્ને વાહનોમાં આગ ભભૂકી 
  • બનાવને પગલે પોલીસ ધટના સ્થળે પહોંચી કાયૅવાહી હાથ ધરી

પાટણ ન્યૂઝ : પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક  શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલી બે ગાડીઓ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બંને ગાડીઓમાં આગ ભભૂકી ઊઠતા ગાડીમાં સવાર બે વ્યક્તિ બળીને રાખ થતા સનસનાટી મચી જવા પામી હતી. તો બનાવના પગલે માર્ગ પર લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતની મળતી હકીકત મુજબ  શુક્રવારની વહેલી સવારે શંખેશ્વર – પંચાસર- દશાવાડા માર્ગ પર થી પસાર થતી વેગનઆર ગાડી અને પીકડાલા વચ્ચે અગમ્ય કારણોસર ગમખ્વાર અકસ્માત સજૉતા બન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે માગૅ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો મા અફડાતફડી મચી જવા પામી હતી.

તો અકસ્માત બાદ બંન્ને ગાડીમાં લાગેલી આગના કારણે ગાડીમાં સવાર બે મુસાફરો આગની ઝપેટમાં આવતાં બળીને રાખ થતાં લોકો ના ટોળાએ ગાડીમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસ હાથ ધરી પોલીસ ને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંખેશ્વર માગૅ પર વહેલી સવારે બનેલ અકસ્માત ની ધટનાને પગલે સનસનાટી મચી જવા પામી હતી.

દિપક સથવારા 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.