Abtak Media Google News

223 બોટલ દારૂ, મોબાઈલ અને કાર મળી રૂ.3.88 લાખનો મુદામાલ કબ્જે: માળીયાના શખ્સની  શોધખોળ

દારૂની હેરાફેરી અટકી:પાટડીના માલવણ ધ્રાંગધ્રા હાઇવે પરથી ગાડીમાંથી વિદેશી દારૂની 223 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો પાટડીના માલવણ ધ્રાંગધ્રા હાઇવે પરથી ગાડીમાંથી વિદેશી દારૂની 223 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. બજાણા પોલીસે વિદેશી દારૂની 223 બોટલો, 1 મોબાઇલ અને સેવરોલેટ ગાડી મળી કુલ રૂ. 3,88,625ના મુદામાલ સાથે બેચરાજીના એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર રામદેવ હોટલ સામે રોડ પર વિદેશી દારૂના જથ્થા સાથે સેવરોલેટ ગાડીને ને અટકાવી તલાશી લેતા 223 બોટલ દારૂ સાથે બેચરાજીના  સંજય અશ્વિનભાઈ શાહ   મોબાઇલ નંગ- 1 કિંમત રૂ. 5,000 અને સેવરોલેટ ગાડી  મળી કુલ રૂ. 3,88,625ના મુદામાલ સાથે ઝબ્બે કરી અને દારૂ ભરી આપનારા દાંતીવાડા અને દારૂ ખરીદનારા મોરબીના માળીયા ગામના શખસ વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો નોંધી એમને ઝબ્બે કરવાની તજવીજ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કીશોરભાઇ પારઘી, ભાવેશ રાવલ, યશપાલસિંહ રાઠોડ, રોહીતકુમાર પટેલ અને નરેશભાઈ મેર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.