Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ગામે ગામ ઉત્સાહભેર 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: દેશભકિતનાં રંગે રંગાતા નાગરિકો

પડધરીનું ઇશ્ર્વરીયા બન્યું તીરંગામય

Advertisement

Img 20230815 Wa0003 1

પડધરી તાલુકામાં ઇશ્વરીયા ગામે 77 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી. “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત પડધરી તાલુકાના ઇશ્વરીયા ગામે તાલુકા કક્ષા ના સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ પ્રાથમિક તથા માધ્યમિક શાળા ઇશ્વરીયા અને પડધરી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. દેશ માટે ફરજ બજાવતા ઇશ્વરીયા ગામ ના અધિકારી તેમજ પદાધિકારી ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પડધરી તાલુકા મામલતદાર કૃષ્ણકુમારસિંહ જાડેજા, પડધરી તાલુકા વિકાસ અધિકારી, પડધરી તાલુકા પીએસઆઇ જી. જે. ઝાલા, પડધરી તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભારતી વાળા, પડધરી તાલુકા હેલ્થ ઓફિસર વી.વી. ગોરિયા, પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ બાંભવા, સદસ્ય  હેતલબેન રોહિતભાઇ ચાવડા, તાલુકા પંચાયતના સદસ્યો, ઇશ્વરીયા ગ્રામ પંચાયત સરપંચ ભાનુબેન છાસિયા, આ સમગ્ર કાર્યકમ ને સફળ બનાવવા ઇશ્વરીયા ગામ ના યુવા અગ્રણી રોહિતભાઇ ચાવડા તેમજ તેમની ટીમ અને ઇશ્વરીયા પ્રાથમિક તથા માધ્યમિક શાળા ના શિક્ષકો દ્વાર જહેમત ઉઠાવી હતી. પડધરી તાલુકા પંચાયત સદસ્ય હેતલબેન રોહિતભાઈ ચાવડા ના હસ્તે નવનિર્માણ પામેલ આંગણવાડી કેન્દ્ર નંદઘર ઈશ્વરીયા ને હેતલબેન દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યો હતુ.

જુનાગઢ

Img 20230816 Wa0030

જુનાગઢ સિધ્ધ ભુમિ ગિરનાર પર  રાજરાજેશ્વરી શકિતપીઠમાં દશેય મહાવિધાઓ જયાં બિરાજમાનછે , એવા ગુપ્ત ગિરનારનું જે પ્રવેશદ્રાર ગણાય છે તેવા શ્રી જટાશંકર મહાદેવના પંટાઞણમાં આઝાદીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ધારાસભ્ય એ આવીને ધ્વજવંદન કયુઁ હોય તેવો પહેલો બનાવ નોંધાયો હતો.

જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, બહ્મ સમાજના અગ્રણીઓ  હસુબાપા, પ્રફુલ્લભાઈ ત્રિવેદી, ડો. કૌશિકભાઈ ફલ્દુ, ખીમજીભાઈ રામ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે જગ્યાના મહંત પૂણાઁનંદબાપુએ શિવ – શક્તિ અને પરશુરામદાદાના દશઁન-પુજન કરાવી આશિર્વાદ આપ્યા હતા.

જૂનાગઢમાં જિલ્લા કક્ષાના 77 માં સ્વાતંત્ર્ય પર્વની ગરીમામય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી, ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કરવાની સાથે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે મંત્રી એ જૂનાગઢના જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

જૂનાગઢના બિલખા રોડ ખાતે પોલીસ તાલીમ વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ 77 માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી, દેશ માટે બલિદાન આપનાર નામી અનામી શહીદોને યાદ કરી, પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.

આ સાથે મંત્રી સહિતના મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવાની સાથે પ્રતિકાત્મક રીતે આયોજિત કબડ્ડી અને રસ્સાખેંચ રમતના ખેલાડીઓ સાથે મુલાકાત કરી, રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.

જુનાગઢ ઉપલા દાતારે ધ્વજવંદન

જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે 3200 ફૂટની ઊંચાઈ ઉપર આવેલા દાતાર પર્વત ઉપર દેશના 77 માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે આટલી ઉંચાઈ ઉપર જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા ધ્વજ વંદન કરી સલામી અપાય હતી, આ તકે  ગિરનાર સ્પોર્ટ એકેડેમીના સાગર કટારીયા અને તેમના વિદ્યાર્થી મિત્રો સહિત વહેલી સવારે દાતારના પર્વત ઉપર પહોંચી જઈ દાતાર બાપુના દર્શન કરી અને રાષ્ટ્ર ધ્વજના ધ્વજવંદનના આ સુંદર મજાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. અહી પહોંચેલા સર્વે ભાવિકો અને વિદ્યાર્થીઓને જગ્યાના મહંત દ્વારા ચોખા ઘીનો શીરો, નાસ્તો અને ચા-પાણી અપાયા હતા.

હળવદ

Img 20230816 Wa0018

હળવદમાં 77 માં સ્વતંત્રતા દિનની ઉજવણી આપ બાન સાન સાથે કરવામાં આવી હતી.હળવદ નગરપાલિકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ આન બાન સાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન સહીત વિવિધ કાર્યક્રમો રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલી રેલાવી વાતાવરણને સંગીતમય બનાવી દીધુ હતું. દેશભક્તિ નીતરતા ગીતોથી ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગમાં રંગાયા હતા.

હળવદ પંથકમાં સ્વતંત્રતા દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં ઠેર ઠેર જગ્યાએ તિરંગાઓ લગાવવામાં આવ્યા હતા,સરકારી ઇમારતોને રોશની થી શણગારવામાં આવી હતી.ધ્વજવંદન હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ, અશ્વિનભાઈ કણઝરીયા, દાદાભાઈ ડાંગર, શૈલેષભાઈ દવે,દિનેશભાઈ મકવાણા, અગ્રણી ઉદ્યોગપતિ ભીખાભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ શિશુ મંદિરની બાળાઓએ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ટંકારા

Img 20230815 Wa0157

ટંકારા ખાતે અનેરા ઉત્સાહ સાથે ટંકારામાં દેવ કુંવરબા સંકુલ ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ ધ્વજવંદન કરી, તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ આપતા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સ્વાતંત્ર્ય વીરો અને દેશ માટે હસતા મુખે શહાદત વહોરનાર શહીદોને યાદ કરવાનો અવસર છે. ભારતભરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યો છે. મોરબી જિલ્લામાં તમામ 375 ગામડાઓમાં ગ્રામિણ કક્ષાના કાર્યક્રમની 10 ઓગસ્ટે ઉજવણી કરવામાં આવી છે . આગામી 17 ઓગસ્ટે તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાનાર છે. જ્યાંથી કળશમાં માટી એકત્ર કરી આપણા જિલ્લામાંથી 5 કળશ દિલ્હી ખાતે લઈ જઈ કર્તવ્ય પથ પર અમૃત વાટિકામાં અર્પણ કરવામાં આવશે.

આ તકે કલેક્ટરએ જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય, આયોજન, શિક્ષણ, પોલીસ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, પુરવઠા સહિતના તમામ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણના કામોની પણ છણાવટ કરી હતી.

આ ઉજવણીમાં કલેકટરશ્રીએ મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોને દેશ ભક્તિના રંગે રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં કલેક્ટર જી.ટી. પંડ્યા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી રણછોડભાઈ દલવાડી અને જિલ્લાના પદાધિકારી /અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ ટંકારાના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા મામલતદાર કેતન સખિયા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા સહિતનાઓએ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

સોમનાથ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Dsc 0978 Scaled

શ્રી સોમનાથ મંદિરમાં 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી સોમનાથમાં કરવામાં આવેલ, પ્રાત: શૃંગાર ત્રિરંગા પુષ્પોની થીમ પ્રમાણે કરવામાં આવેલ, ધ્વજવંદન જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે કરવામા આવ્યું હતું, સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ, યાત્રીકો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સોમનાથ સુરક્ષા ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી એચ.આર.ગૌસ્વામી એસ.આર.પી જવાનો તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર સાથે તેમજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ધ્વજવંદનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રાપાડા

Tt5 1

સુત્રાપાડામાં પંચવટી સીમ શાળા માં 15 મી ઓગસ્ટ નિમિતે 77 માં સ્વતંત્રતા દિવસ તેમજ મારી માટી મારો દેશ  ઉજવણી કરી આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્ય બાલુભાઈ વાજા વડીલ દાસા બાપા  એસએમસીના સભ્ય સુરેશભાઈ વાજા ભરતભાઈ વાજા દિનેશભાઈ કામળિયા સરમણભાઈ વાજા  બહોળી સંખ્યામાં વાલીઓ  તેમજ શાળા ના આચાર્ય અજયસિંહ ઝાલા તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

કાલાવડ: પાતામેઘપર બન્યુ તીરંગામય

77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ના ભાગરૂપે તાલુકા કક્ષાનો કાર્યક્રમ કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામે રાખવામાં આવ્યો હતો.જેમાં અધ્યક્ષ સ્થાને મામલતદાર શ્રી એફ.પી. પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ગોહિલ , ગ્રામ્ય પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. હિરલબેન વઘાસિયા, ટી.પી.ઈ.ઓ. રજનીભાઈ પટેલ , પી.જી.વી.સી.એલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, જિલ્લા પંચાયત સદસ્ય જે.પી મારવિયા, તાલુકા પંચાયત સદસ્ય  અતુલભાઇ કમાણી,જીગ્નેશભાઈ સાવલિયા, વિજયાબેન રમેશભાઈ વસોયા, દેવદાનભાઈ જારીયા, પ્રવીણભાઈ ગઢીયા, અશોકસિંહ જાડેજા તેમજ દીપકભાઈ વસોયા, બી.આર.સી. સતિષભાઇ કપુરીયા, પાતામેઘપર ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી મનીષભાઈ તારાપરા ,  હિતેશભાઈ તાડા, તરુણભાઈ ચૌહાણ, ભાવેશભાઈ વિરડીયા, નિકુંજભાઈ કોટડીયા, પૂર્વ સરપંચશ્રી પાતા મેઘપર પૂર્વ સરપંચશ્રી મોટા વડાળા ધનજીભાઈ નંદાણીયા, સી.આર.સી. સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન કર્યા બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાલાવડના નીકાવા ગામે  ધ્વજવંદન

કાલાવડ તાલુકા ની નીકાવા ગામે શાળા શ્રી કાર્તિક વિદ્યાલય- નિકાવા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવેલ હતી જેમા મુખ્ય મહેમાન   જે.પી.મારવીયા( જીલ્લા પંચાયત),રાઘવભાઈ તાળા(તાલુકા પંચાયત),નિકાવા ગામના લોકલાડીલા સરપંચ  રાજુભાઈ મારવીયા ,મનસુખભાઈ ગમઢા (ઉપસરપંચ)નિકાવા ગ્રામ પંચાયત ના સભ્યો , રાજુભાઈ રામોલિયા ( પત્રકાર)તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાલાવડમાં ભવ્ય તિરંગાયાત્રા યોજાય

કાલાવડમાં ત્રિરંગા યાત્રાામાં સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો યાત્રામાં જોડાયા હતા.

કાલાવડ આ યાત્રાને તિરંગા યાત્રાને ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભારત માતાની જય ભારત માતાની જય ના નારા સાથે યાત્રા કાલાવડ શહેરની મુખ્ય બજારમાંથી પસાર થઈને સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચી.. આ યાત્રામાં જામનગરના સંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર પ્રમુખ હસુભાઈ વોરા , તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા સહિતના આગેવાનો જોડાયા હતાં.

  સોમનાથ સંસ્કૃત યુનિ.માં ધ્વજવંદન

77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે   સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં   કુલપતિ  ડો. લલિતકુમાર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કુલસચિવ  ડો .દશરથ જાદવ, અધિકારીઓ, અધ્યાપકઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ પ્રો. વિનોદકુમાર ઝાના માર્ગદર્શનમાં એન. એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.જે. ડી. મુંગરાએ સંયોજક તરીકે જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

સુત્રાપાડા: ડો. ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં   લહેરાયો તીરંગો

સુત્રાપાડાની ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં 77 માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.

ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડા ના આધ્યસ્થાપક અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ની ઉપસ્થિતિમાં સમગ્ર સંકૂલ દ્વારા આ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરવામાં આવેલ. ગિરસોમનાથ જિલ્લા ભાજપ ના મહામંત્રી અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દિલીપભાઇ બારડ ના હસ્તે ધ્વજવંદન તેમજ સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવેલ ત્યારબાદ ગઈઈ પરેડ કરવામાં આવેલ.

ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ માં ઉજવવામાં આવેલ સ્વતંત્ર દિન ના આ પર્વ ની ઉજવણી માં સંકૂલ ના તમામ ફેકલ્ટી જેમાં પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ થી લઈ અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ઉપરાંત કોલેજ કક્ષા જેમાંMED, MSC, MA MCOM BED BA BSC BCOM BSW PTC PGDCA ના વિધ્યાર્થીઓ એ સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

કાર્યક્રમના અંતે કોલેજ સંકૂલ થી સુત્રાપાડા બસ સ્ટેન્ડ સુધી વિશાળ તિરંગા રેલી કાઢવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ તેમજ આગેવાનો જોડાયા હતા. રેલીના અંતે સુત્રાપાડા બસસ્ટેન્ડ પાસે શહીદોના સન્માનમાં તકતી લગાવી અને કળશ માં માટી પધરાવેલ હતી.               ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં સ્વતંત્ર પર્વ ની ઉજવણી પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ ગિરસોમનાથ જિલ્લા ભાજપ ના મહામંત્રી દિલીપભાઇ બારડ સાથે સુત્રાપાડા નગરપાલિકાના સદસ્યો, તેમજ  જેશિંગભાઈ બારડ, કાળાભાઇ બારડ, જેશિંગભાઈ  કામલિયા, દશરથસિંહ સરવૈયા, કૈલાશ રામ, બહાદુરભાઈ, રામમસિંગભાઈ રાજાભાઈ વાણવી, મસરિભાઇ મેર, બાબુભાઇ ડોડીયા, રામભાઇ પટેલ, જોધાભાઈ કામળીયા, દેવાભાઇ વાણવી, ભામાંભાઇ મોરિ, દિનેશભાઇ બારડ, રમેશભાઈ, જેસિંગભાઈ મોરિ, ભુપતભાઈ ઝાલા, સિદ્ધરાજસિંહ રાઠોડ, કાનાભાઇ બારડ, ભીખુભા દરબાર ઉપરાંત ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલના હાઈસ્કૂલ ના આચાર્ય જોશી સાહેબ તેમજ સ્ટાફ ગણ અને વિધ્યાથીઓ, વાલીઓ તેમજ દરેક સમાજ ના આગેવાનો બહોળી હાજર રહી સ્વતંત્ર પર્વની ઉજવણી કરેલ હતી.

વિસાવદરમાં એજ્યુવર્લ્ડ  સ્કૂલ અને પોલીસ દ્વારા તિરંગા યાત્રા

Img 20230815 Wa0016

વિસાવદર ના ચાંપરડાખાતે ચાલતી એજ્યુવલ્ડઇંગલિશ સ્કૂલ તેમજ વિસાવદર પોલીસ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવેલ ત્યારે તિરંગા યાત્રા વિસાવદર નાએસટી બસ્ટેન્ડ થીશરૂ કરવામાં આવેલ હતી જેમાં ઇંગલિશ સ્કૂલ ના વિદ્યાર્થી ઓ તેમજ વિસાવદર પોલીસ સ્ટાફ જોડાયો હતો તિરંગા યાત્રા વિસાવદર ના મેંઈન બજારમાં ફરીને જુનાબસ્ટેન્ડ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર જીનીઅને સરદાર વલ્લભ ભાઈ પટેલ ની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ હતા આતકે એજ્યુવલ્ડ ઇંગલિશ સ્કૂલ વતી વિસાવદર ના પત્રકરોનું સન્માનસદાનન્દ બાપુ દ્વારા કરવામાં આવેલ હતુંઆતકે એજ્યુવલ્ડ ઇંગલિશ સ્કૂલની નાનીબાળાઓ ના હસ્તે પીઆઈ ગઢવીનુ પુષ્પગુચ્છઆપીને સન્માન કરવામાં આવેલ આતકે તિરંગા યાત્રા મા ચાંપરડા ધામથી પધારેલ સદાનન્દ બાપુ તેમજ રાઠોડ  તેમજ સ્કૂલ સ્ટાફ વિસાવદર ના રાજકીય અગ્રણી માજી ધારાસભ્ય હર્ષદ રીબડીયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી શિક્ષણ સમિતિ ચેરમેન વીરેન્દ્ર સાવલિયા તેમજ વિસાવદર ના વહેપારી ઓ જોડાયા હતા આતકે સ્કૂલ ના વિદ્યાર્થી ઓ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન ની વિઝીટ કરવામાં આવેલ હતી

વિસાવદર જાંબુડા ગામે તિરંગો લહેરાયો

Img 20230816 Wa0051

વિસાવદર ના જાંબુડાગામે તાલુકા કક્ષના 77મા સ્વતંત્ર પર્વ ના દિવસે આનબાન અને સાનસાથેપ્રાંત અધિકારી કીર્તન રાઠોડ ના વરદહસ્તેધ્વજ વન્દન કરીને રાષ્ટ્રધ્વજ ને સલામી આપીને15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી ત્યારે જાંબુડા પ્રાથમિક સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ધ્વરારાસગરબા તેમજ ભારત દેશનો ઇતિહાસ જેમાં લાલપુર સ્કૂલ ના વિદ્યાર્થી ઓ દ્વારા રજુકરેલ તલવારરાસ આર્ક્સણ રહેલહતો જુદાજુદા સંસ્કૃતિક કાર્યકર્મ મા પોતાનું પર્ફોમન્સબતાવી ને 77મા સ્વતંત્ર દિવસની શોભાવધારી હતી  વસાવદર પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા ગ્રામ્ય ના વિકાસ માટે રૂપિયા પાંચ લાખનો ચેક સરપંચને આપવામાં આવેલ હતોત્યાર બાદ શ્રેષ્ઠ શિક્ષણ તેમજ જુદી જુદી સરકારી કચેરી ઓના શ્રેષ્ઠ કામગીરી કરનાર તમામ કર્મ ચારી ઓનું સન્માન પત્રક આપીને સન્માન કરવામાં આવેલ હતું  મામલતદાર બીપી કતકપરા ટીડીઓબીપીનંદાણીયા તેમજ ધારાસભ્ય ભુપત ભાયાણી તેમજ હાજર રાજકીય મહાનુભવોમા માજીધારાસભ્ય હર્ષદ રીબડીયા વીરેન્દ્ર સાવલિયા તેમજજિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વિપુલ કાવાણી સહિત ના રાજકીય પદાધિકારીયો ના હસ્તે જાંબુડા પ્રાથમિક શાળા મા સરદાર વલ્લભભાઈ પટેલ નુ સ્ટેચ્યુખુલ્લું મુકવામાં આવેલ હતું

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.