Abtak Media Google News

બે કલાક સુધી વીજ પૂરવઠો બંધ રહેતા દર્દીઓ બહાર ઘસી આવ્યા

સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં બે કલાક સુધી વીજળી ગુલ થતા દર્દી આલમમાં દોડધામ મચી ગઈ હતી. અસહ્ય ગરમીથી બચવા દર્દીઓ વોર્ડ બહાર ઘસી આવ્યા હતા.Img 20180630 Wa0005સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર વીજ પૂરવઠો બંધ કરી દેવાતા દર્દીઓને પરેશાની ભોગવવી પડે છે ત્યારે વધુ આજે એક વખત સવારે દશ વાગ્યાથી સવા બાર વાગ્યા સુધી બે કલાક સુધી વીજળી ગુલ થતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વીજળી ગુલ થતા એકરે વિભાગ સહિતના વિભાગમાં કામ ઠપ્પ થઈ જતા દર્દીઓની લાઈનમાં વધારો થતો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.