Abtak Media Google News

Table of Contents

સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે પેટ્રીયા સ્યુટ્સ લઇ આવ્યું છે અનોખું નજરાણું

નાના મોટા ફંક્શન જેવા કે બર્થડે સેલિબ્રેશન, રિંગ સેરેમોની, કીટી પાર્ટી, વગેરે માટે મલ્ટી ક્યુઝીન ફુડ ધરાવતું ફ્લેવર્સ રેસ્ટોરન્ટ આપને તથા આપના પરિવારના વિવિધ પ્રકારની વાનગીઓથી મન મોહી લેશે

Dsc 7242

Dsc 7126

Dsc 7241

રાજકોટની મેહમાનગતિ હવે વધુ શાનદાર બની જશે કેમ કે રાજકોટની મધ્યમાં આવેલી પેટ્રીયા સ્યુટ્સ હોટેલ કે જે સૌરાષ્ટ્રની પહેલી અને એક માત્ર એપાર્ટમેન્ટ હોટેલ છે, જેમાં દરેક રૂમ સ્યુટ્સ રૂમ છે વિશાળ કાર્પેટ એરિયા ધરાવતા તેમજ આધુનિક સુવિધા ધરાવતા  રૂમો આપની મહેમાનગતિ કરવા સજ્જ છે.

એક ફાઈવ્ સ્ટાર હોટેલમાં જરૂરી દરેક સુવિધા જેમ કે સ્વિમિંગ પૂલ, જીમ, સોના બાથ, ગેમ ઝોન, સ્પા અને થિયેટર જેવી દરેક સુવિધા ધરાવે છે, પાછલા ઘણા સમયથી તેમનું કોકોનટ ગ્રુવ રેસ્ટોરન્ટ રાજકોટવાસીઓમાં ખુબ લોકપ્રિય છે, ખાસ કરી ને હોટેલનું 101 વાનગી પીરસતું બુફે ડિનર, રાજકોટની સ્વાદપ્રેમી જનતાનું ડિનર અને નાના મોટા પારિવારિક પ્રસંગો ઉજવણી માટેનું સ્થાન બની ગયું છે. એટલું જ નહિ નાના ફંક્શન જેવા કે બર્થડે સેલિબ્રેશન, રિંગ સેરેમોની, કીટી પાર્ટી, વગેરે માટે મલ્ટી ક્યુઝીન ફૂડ ધરાવતું ફ્લેવર્સ રેસ્ટોરન્ટ આપને તથા આપના પરિવારના વિવિધ પ્રકારની વાનગીઓથી મન મોહી લેશે.

પેટ્રીયા સ્યુટ્સ એક લીઝબેક મોડ્યુલથી ચાલતી રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રથમ એપાર્ટમેન્ટ હોટેલ છે, જેમાં દરેક એપાર્ટમેન્ટના માલિકોને દર વર્ષે શ્રેષ્ઠ રિટર્ન સાથે સાથે પેટ્રીયા ક્લબની મેમ્બર્શીપ આપે છે, 98 એપાર્ટમેન્ટની સાથે કુલ 94 રૂમ એમ રાજકોટની સૌથી મોટી એપાર્ટમેન્ટ હોટેલ છે, જેમાં આખી દુનિયામાં વસતા ગુજરાતીઓ પોતાના એપાર્ટમેન્ટ ધરાવે છે.

પેટ્રીયા હોટેલ ની સાથે સાથે ક્લબ પણ છે, જેમાં મહારાજા મહારાણી અને મેમ્બર ફ્રોમ હાર્ટ જેવા ત્રણ કેટેગરી છે, જેમાં ક્લબ મેમ્બર્સને હોટેલની તમામ સુવિધા માણવાના અલગ અલગ પ્લાન રાખવામાં આવ્યા છે. ચાલુ વર્ષે પેટ્રીયા સ્યુટ્સ સાતમાં વર્ષમાં પ્રવેશની સાથે રાજકોટવાસિયો માટે એક ખાસ મેમ્બર્સિપની જાહેરાત કરેલ છે, જેમાં 4999 માં 50,000ના મેમ્બરશિપ વાઉચર્સ મેળવી રાજકોટવાસીયો તેનો લાભ લઇ શકશે. જેમાં રૂમ, રેસ્ટોરન્ટ, બેંકવેટ હોલ, ગેમઝોન, સ્વિમિંગપુલ, જીમ, અને દરેક સુવિધા માટેના વાઉચર ઉપલબ્ધ છે, વિશેષ માહિતી માટે હોટેલ નો સંપર્ક કરી રાજકોટવાસીઓ આ સાતમા વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે પેટ્રીયા સ્યૂટ્સની સપ્તરંગી યોજનાનો લાભ લઇ શકે છે, વિશેષમાં કે યોજના માત્ર પ્રથમ 700 મેમ્બર માટે સીમિત છે.

અદ્યતન સુવિધાનો ખજાનો એટલે પેટ્રીયા સ્યુટ્સ હોટેલ

પેટ્રીયા સ્યુટ્સમાં હોટેલ રૂમ્સ, મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ, રૂફટોપ એરપોર્ટ વ્યૂહ વાળું રેસ્ટોરન્ટ,વેડિંગસ માટે લોન અને બેંકવેટ હોલ ,સ્વિમિંગ પુલ કે જેમાં એકવા થેરાપી દ્વારા બોડીને મસાજ આપી શકીએ.ફુલી ઑક્યુપાઈડ જીમની સુવિધા,ગેઇમ ઝોન, રીલેક્સ થવા માટે સ્પા ની સુવિધા, પ્રાઇવેટ ફેમિલી થિયેટર કે જેમાં પરિવારજનો સાથે તમારા પોતાના વીડિયો જોવા માંગતા હોય તો તે પણ સુવિધા ઉપલબ્ધ છે.

તા.20 સુધીમાં માત્ર 4999માં 50 હજારની સુવિધાનો લાભ લુંટવા લોકોને મેનેજર કિરીટ શાહનું આહ્વાન

પેટ્રીયા સ્યુટ્સ હોટેલના જનરલ મેનેજર કિરીટ શાહએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે  હોટેલના સફળતાથી 6 વર્ષ પૂર્ણ કર્યા છે. 6વર્ષ સુધી સતત મળી રહેલ લોકોના અપાર પ્રેમ અને સ્નેહ ને ધ્યાને લઇ પેટ્રીયા સ્યૂટ્સ હોટેલના ઓનર્સ ગુજરાતની જનતા માટે બમ્પર મેમ્બરશિપ ઓફર લાવ્યા છે. જેમાં સોશ્યલ, કોર્પોરેટ ઇવેન્ટ, મીટીંગ નું આયોજન કરી શકાઈ છે. કોર્પોરેટ ઇવેન્ટ માટે ક્લસ્ટર ડિમાન્ડ, થીએટર ડિમાન્ડની સગવડતા આમારી હોટેલમાં ઉપલબ્ધ છે.

94 રૂમ છે 2 બેંકવેટ હોલ તેમજ એક કોર્ટ યાર્ડ

Dsc 7215

રાજકોટના એરપોર્ટ પાસે આવેલ પેટ્રીયા સ્યુટ્સ હોટેલમાં કુલ 94 રૂમ છે 2 બેંકવેટ હોલ તેમજ એક કોર્ટ યાર્ડ આવેલ છે.હોટેલના ડિરેક્ટર હર્ષલભાઈ મણિયાર એક પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે.હોટેલમાં એન્ટર થતાની સાથેજ લીલી છમ નારીયેલી તમારું જાણે સ્વાગત કરતી હોઈ તેવું વૈભવશાળી કુદરતી દ્રશ્ય જોવા મળશે.હોટેલના રેસ્ટોરન્ટનું નામ પણ કોકોનટ ગૃવી નામ આપવામાં આવ્યું છે.

હોટલનું ક્રિએટિવ ઇન્ટીરિયર ગ્રાહકોનું દિલ જીતી લેશે

Dsc 7261

હોટેલની અંદર એન્ટ્રી મેળવતાની સાથેજ કોઈ વિદેશની હોટેલમાં તમે પહોંચ્યા હોય તેવું  અદભુત લોકેશન, ક્રિએટિવ ઇન્ટીરિયલ સહિતનો જબરદસ્ત લુક મહેમાનું મન મોહી લેશે, સાથે જ લોકો હોટેલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફ્રેન્ડ્સ તેમજ પરિવારજનો સાથે ફોટો રિલ્સ બનાવી આનંદ માણી શકે તેવી એકમાત્ર જગ્યા એટલે પેટ્રીયા સ્યુટ્સ .

પારિવારિક માહોલમાં એકસાથે 650થી વધુ લોકો ઉપસ્થિત રહી શકે તેવો કોર્ટયાર્ડ

Dsc 7106

પેટ્રીયાસ્યુટ્સ હોટલની ડિઝાઈન એવી બનાવવામાં આવી છે જેમાં હોટેલના કોર્ટ યાર્ડમાં ડેસ્ટિનેશન વેડિંગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પરીવારિક માહોલ મળે તેવી ડિઝાઈન કોર્ટ યાર્ડની કરવામાં આવી છે જેમાં 200 લોકોથી 650 લોકો એક સાથે લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહી શકે તેવી જગ્યા હોટેલની અંદર કરવામાં આવી છે.

વિશાલ કાર્પેટ એરિયા ધરાવતા રૂમો સાથે મહેમાનગતિ યાદગાર બની રહેશે

Dsc 7094

માણસ આખા દિવસનો થાકી જ્યારે ઘરે આવે ત્યારે પોતાના રૂમ માં આરામ ફરમાવે છે.પેટ્રીયા હોટેલના રૂમ 400થી વધારે સ્કેવરફિટના છે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.હોટેલના રૂમમાં પ્રવેશતાની સાથેજ કોઈ થ્રિ બેડરૂમ હોલ કિચન બંગલોમાં હોઈ તેવો અનુભવ થાય છે.હોટેલના રૂમમાંથી પણ ફલાઇટ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ લાઈવ નિહાળી શકો તેવો રોયલ દ્રશ્યો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.