Abtak Media Google News

મગફળીનું વાવેતર વધીને ૩૧ હજાર હેકટર થયું

હળવદ સહિત ઝાલાવાડ કપાસનુ હબ ગણાય છે અહીંના કપાસની વિદેશમાં પણ બોલબાલા છે વર્ષોથી ચોમાસું સિઝનમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હતું પરંતુ કપાસમાં જીવાતોનું પ્રમાણ વધતા અને ઓછા ભાવ મળવાને કારણે ઓણસાલ  ગત વર્ષની સરખામણી એ હળવદ તાલુકામાં કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે

જ્યારે મગફળીના વાવેતર માં નોંધપાત્ર વધારો થયો છે મગફળીનું વાવેતર વધીને ૩૧ હજાર હેકટર થયું છે. કપાસનું વાવેતર ઘટીને ૩૫ હજાર હેકટર થયું છે. હળવદમાં ખેડૂતો મોટાભાગે બીજા પાકની સાથે સાથે સૌથી વધુ કપાસનું વાવેતર કરતા હતા પરંતુ આ વર્ષે હળવદ પંથકમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે

ગુલાબી ઇયળો અને ભાવ ન મળવાને કારણે કપાસના વાવેતરમાં થયો ઘટાડો:રાજુભાઇ કરપડા

પાછલા બે-ત્રણ વર્ષથી કપાસમાં જે ગુલાબી ઈયળો આવે છે જેમાં ખેડૂતો ખર્ચ કરવા છતાં પણ ઈયળોનો નાશ થતો નથી સાથે જ જે કપાસના ભાવ ૧૧૦૦થી ૧૨૦૦ રૂપિયા મળવા જોઈએ તેના માર્કેટયાર્ડમાં ૭૦૦થી ૮૦૦રૂપિયા જ મળે છે તેમજ જે બિયારણ ની પેટન બદલવી પડે તેને હજુ સુધી સરકાર દ્વારા બદલાવી નથી તેને કારણે ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું થતું હોય  જેથી ખેડૂતો કપાસનું વાવેતર ઓછું કરી રહ્યા હોવાનું ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું.

હળવદમાં થયેલ વાવેતર

કપાસ-૩૫ હજાર હેકટર, મગફળી-૩૧ હજાર હેકટર, ઘાસચારો-૬ હજાર હેકટર, બાજરી-૭૦૦ હેકટર, તલ-૨૨૫૦ હેકટર, કઠોળ-૨૫૦ હેકટર, શાકભાજી-૧૨૦૦ હેકટર, ગુવાર-૬૫૦ હેકટર, એરંડા-૫૫૨ હેકટર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.